VIDEO : CJP આંદોલનમાં 70થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત, 50થી વધુ પોલીસકમીઓ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi CJP Protest : દિલ્હીમાં ચાલતા CJP આંદોલન દરમિયાન મોટા પાયે હિંસક ઝડપ જોવા મળી રહી છે. ન્યૂઝ એજન્સી PTIએ પોલીસ સૂત્રોના હવાલેથી આપેલી માહિતી અનુસાર, પ્રદર્શનકારીઓ સાથે થયેલી આ ઝડપોમાં 50થી વધુ પોલીસકમીઓ ઘાયલ થયા છે. બીજી તરફ પોલીસે કાર્યવાહી કરીને 70થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી છે.
સંસદ માર્ગ પર પોલીસનો લાઠીચાર્જ અને પથ્થરમારો
ફિરોઝ શાહ રોડ પર પ્રદર્શનકારીઓ દ્વારા દિલ્હી પોલીસના જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કરી રહેલા CJPના આંદોલનકારીઓને વિખેરવા માટે દિલ્હી પોલીસે ફરી એકવાર લાઠીચાર્જ કર્યો હતો. સ્થાનિક વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યોમાં પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓને પાછળ ધકેલીને વિસ્તાર ખાલી કરાવતા નજરે પડે છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આપી ચેતવણી
CJP પ્રોટેસ્ટને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, 'શાંતિપૂર્ણ વિરોધ એ એક અકબંધ અને મૌલિક અધિકાર છે. ભારતના નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના આદેશોનું આંખો બંધ કરીને પાલન કરનારા દરેક પોલીસ અધિકારી અને સરકારી કર્મચારી આ વાત ધ્યાનમાં રાખે કે સંવિધાન જ તમારો માલિક છે. સત્તા કાયમ માટે રહેતી નથી, જવાબદારી ચોક્કસપણે નક્કી કરવામાં આવશે.'
ધરણા દરમિયાન અભિજીત દીપકે બેભાન થયા
જંતર-મંતર પર ધરણા પ્રદર્શન દરમિયાન CJPના સંસ્થાપક અભિજીત દીપકે કેટલાક સમય માટે અચાનક બેભાન થઈ ગયા હતા. તેઓ બેભાન થતાંની સાથે જ ત્યાં હાજર અન્ય સાથી આંદોલનકારીઓએ તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.









