India

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં પરિવર્તનની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 62 વર્ષીય પૂર્વ માઓવાદી કમાન્ડર થિપ્પીરી તિરુપતિ ઉર્ફે 'દેવજી'એ હિંસાનો માર્ગ છોડીને હવે શિક્ષણની રાહ પકડી છે. દાયકાઓ સુધી હાથમાં બંદૂક લઈને જંગલોમાં ફરનારા આ પૂર્વ નક્સલી નેતાએ બુધવારે ધોરણ-12 (ઇન્ટરમીડિયેટ)ની પૂરક પરીક્ષા આપી હતી. આશરે 44 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ અને હથિયાર હેઠા મૂક્યા પછી, તેમણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજમાં મુખ્યધારામાં પરત ફરવા માંગતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા

Former Maoist commander Devji : તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં પરિવર્તનની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 62 વર્ષીય પૂર્વ માઓવાદી કમાન્ડર થિપ્પીરી તિરુપતિ ઉર્ફે 'દેવજી'એ હિંસાનો માર્ગ છોડીને હવે શિક્ષણની રાહ પકડી છે. દાયકાઓ સુધી હાથમાં બંદૂક લઈને જંગલોમાં ફરનારા આ પૂર્વ નક્સલી નેતાએ બુધવારે ધોરણ-12(ઇન્ટરમીડિયેટ)ની પૂરક પરીક્ષા આપી હતી. આશરે 44 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ અને હથિયાર હેઠા મૂક્યા પછી, તેમણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજમાં મુખ્યધારામાં પરત ફરવા માંગતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

4 દાયકા બાદ અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ધાર

કોરુતલાના આંબેડકર નગરના રહેવાસી દેવજી 1980ના દાયકામાં અભ્યાસ કરતા હતા, પરંતુ 1983માં ઇન્ટરમીડિયેટ(MPC)ના અભ્યાસ દરમિયાન જ તેઓ નક્સલી આંદોલનમાં જોડાઈ ગયા હતા. તેમણે 1985માં પરીક્ષા આપી હતી, પરંતુ બીજા વર્ષના તેલુગુ પેપરમાં તેઓ નાપાસ થયા હતા. તે સમયે જ તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા અને ત્યારબાદ ચાર દાયકા સુધી માઓવાદી ચળવળનો ભાગ રહ્યા. હવે હથિયાર છોડ્યા બાદ, તેમણે 40 વર્ષ પહેલાં જે પેપરમાં નાપાસ થયા હતા, તે તેલુગુ વિષયની પરીક્ષા આપીને પોતાનું સપનું પૂરું કરવાની દિશામાં ડગ માંડ્યું છે.

નક્સલી સંગઠનના મુખ્ય વ્યૂહ રચનાકાર

દેવજી કોઈ સામાન્ય નક્સલી નહોતા. તેઓ પ્રતિબંધિત CPI(માઓવાદી)ના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પોલિટ બ્યુરો જેવા ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી(PLGA)ના મિલિટરી વિંગના વડા પણ હતા. સુરક્ષા એજન્સીઓ માટે તેઓ મોટા વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા અને તેમના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર!

ફેબ્રુઆરી 2026માં આત્મસમર્પણ અને નવી શરૂઆત

લગભગ 44 વર્ષ સુધી ગુપ્તવાસમાં રહ્યા બાદ, ફેબ્રુઆરી 2026માં દેવજીએ તેલંગાણા પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિ સ્વીકાર્યા બાદ તેમણે હિંસાનો માર્ગ કાયમ માટે છોડી દીધો. પરીક્ષાની તૈયારી માટે તેમણે કોરુતલાની એક કૉલેજના લેક્ચરર પાસેથી ખાસ કોચિંગ મેળવ્યું હતું. દેવજીનું કહેવું છે કે તેઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવીને સંપૂર્ણપણે સામાન્ય નાગરિક તરીકે સમાજમાં જીવવા માંગે છે.