ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટની વધુ રૂ. 442 કરોડની સંપત્તિ ટાંચમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ અને તેની એપ રમીકલ્ચર સામેની મની લોન્ડરિંગ તપાસનાં ભાગરૂપે ૪૪૨ કરોડ રૂપિયાની નવી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંપત્તિઓને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનાં શેરધારકોનાં પરિવારનાં સભ્યો, ખાનગી ફેમિલી ટ્રસ્ટ, વિવિધ સંલગ્ન સંસ્થાઓનાં નામે રહેલી ફિકસ્ડ ડિપોઝીટ, કોમર્શિયલ દુકાનો, એક વિલા અને અનેક રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે. ઇડી અનુસાર આ મિલકતોનું કુલ મૂલ્ય ૪૪૨.૩૫ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ટાંચમાં લેવામાં આવેલ કુલ સંપત્તિનું મૂલ્ય વધીને ૨૮૪૩ કરોડ રૂપિયા થઇ ગયું છે.
આ ગેમિંગ પ્લેટફોર્મ સમગ્ર દેશમાં ૩ કરોડનો યુઝરક બેઝ ધરાવતો હતો. ઇડીનો આરોપ છે કે વપરાશકર્તાઓનો એક મોટો હિસ્સો એવા રાજ્યોમાં હતો જ્યાં ઓનલાઇન રિયલ મની ગેમિંગ એપ પર પ્રતિબંધ છે. જેમાં તેલંગણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. ઇડીએ દાવો કર્યો છે કે જ્યારે આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને ખાતરી આપતા હતા કે તેઓ પારદર્શક, નિષ્પક્ષ અને બોટ્સથી મુક્ત છે. ત્યારે તેઓ અજાણતા કે સંમતિ વિના ભોળા વપરાશકર્તાઓ સામે બોટ્સનો ઉપયોગ કરતા હતાં.
એજન્સીએ આરોપ મૂક્યો છે કે બોટ્સનાં ઉપયોગને કારણે વપરાશકર્તાઓને મોટું આર્થિક નુકસાન થયું છે અને કંપની માટે ક્રિમિનલ આવક ઉભી થઇ હતી.




