Get The App

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ

૧૩,૦૪,૬૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ઃ કાઠમાંડુ, દુબઇ અને કુવૈતમા પણ પરીક્ષા લેવાઇ હતી

પરીક્ષામાં ૯૬.૨૬ ટકા ઉમેદવારો પાસ થયાં

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ 1 - image

નવી દિલ્હી, તા. ૧૬

જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (જેઇઇ) મેેઇન, ૨૦૨૬નાં સેશન ૧નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનટીએએ બીઇ અને બીટેકમાં એડમિશન માટે આયોજિત પેપર ૧નું પરિણામ જાહેર કર્યુ છે.

બી આર્ક અને બી પ્લાનિંગ માટે આયોજિત પેપર-૨નું પરિણામ હવે પછી જાહેર કરવામાં આવશે. પેપર-૧માં ૧૨ ઉમેદવારોએ ૧૦૦ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. એટલે કે જેઇઇ મેઇન ૨૦૨૬નાં સેશન-૧નાં પેપર-૧માં ૧૨ ઉમેદવારોએ અખિલ ભારતીય સ્તર પર પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યુ છે.

પરીક્ષામાં સામેલ થયેલા કુલ ઉમેદવારોમાં ૯૬.૨૬ ટકા ઉમેદવારો પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે એનટીએ તરફથી ૨૧ થી ૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી જેઇઇ મેઇન, ૨૦૨૬નાં સેશન-૧નું આયોજન કરાયુ હતું.

આ પરીક્ષા માટે કુલ ૧૩,૫૫,૨૯૩ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૧૩,૦૪, ૬૫૩ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ સંખ્યામાં કાઠમાંડુ, દુબઇ, કુવૈત જેવા વિદેશી સેન્ટરોમાં પરીક્ષા આપનારા ઉમેદવારો પણ સામેલ છે.

એનટીએએ હાલમાં જેઇઇ મેઇન, ૨૦૨૬ના સેશન-૧ના કટઓફની માહિતી આપી નથી. જો કે નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય શ્રેણીના ઉમેદવારોનાં અંદાજિત પર્સેન્ટાઇલ ૯૩ થી ૯૫ છે.

તેવી જ રીતે ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોનું કટ ઓફ ૮૧ થી ૮૩ પર્સેન્ટાઇલ, ઓબીસી શ્રેણીનાં ઉમેદવારોનું અંદાદિત કટઓફ ૭૮ થી ૮૦, એસસી કેટેગરીનાં ઉમેદવારોનું કટ ઓફ ૬૨થી ૬૪ અને એસટી શ્રેણીના ઉમેદવારોનું અંદાજિત કટઓફ ૪૭ થી ૫૦ પર્સેન્ટાઇલ રહ્યું છે.