નીતા અંબાણીને ફ્લોરિડામાં ડબલ સન્માન: 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' અને 'કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા'થી કરાયા સન્માનિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Reliance Foundation Chairperson Nita Ambani Award : રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને અમેરિકાના ફ્લોરિડામાં એક વિશેષ સમારોહ દરમિયાન બે પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યા છે. તેમને 'અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન' (AAPI) દ્વારા 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' (માનવતાવાદી પુરસ્કાર) આપવામાં આવ્યો છે. હેલ્થકેર, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન અને માનવતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
આ જ સમારોહમાં નીતા અંબાણીના સામાજિક કાર્યોની કદર રૂપે ટેમ્પા શહેરના મેયર જેન કેસ્ટર દ્વારા તેમને 'કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા' (Key to the City of Tampa) એનાયત કરવામાં આવી હતી. આ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંથી એક છે. આ પ્રતીકાત્મક સન્માન એ વાતનું પ્રતીક છે કે આ શહેર એવા લોકો માટે પોતાના દરવાજા ખોલે છે જેમણે માનવતાની ઉત્કૃષ્ટ સેવા કરી હોય.

ચાલુ વર્ષનો બીજો મોટો માનવતાવાદી એવોર્ડ
નીતા અંબાણી માટે આ વર્ષનો આ બીજો મોટો માનવતાવાદી એવોર્ડ છે. આ પહેલા માર્ચ મહિનામાં તેમને ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી યુનિવર્સિટી (KIITU) દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહન મુનાસિંઘેના હસ્તે તેમને આ સન્માન મળ્યું હતું.
શું છે AAPI સંસ્થા?
AAPI (અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન)ની સ્થાપના વર્ષ 1982માં થઈ હતી. આ સંગઠન અમેરિકામાં ભારતીય-અમેરિકન તબીબોને એક મંચ પર લાવવા, તેમના અધિકારો અને વ્યાવસાયિક જરૂરિયાતોને ટેકો આપવા માટે કામ કરે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે આ સંસ્થા ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેના દ્વારા જ આ એવોર્ડ આપવામાં આવે છે.









