New LPG-PNG Rules : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય પર ગંભીર સંકત ઉભું થયું છે. સ્થિતિ એવી છે કે, તેની અસર ભારત પર પણ જોવા મળી છે. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે, દેશ પાસે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરતો સ્ટોક છે, છતાં અનેક રાજ્યોમાં LPG સિલિન્ડર લેવા માટે નાગરિકો લાઈન લગાવી રહ્યા છે. એટલું જ નહીં જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડરનું બુકિંગ પણ કરાવી રહ્યા છે, જેના કારણે વર્તમાન સ્થિતિમાં બુકિંગના આંકડાઓમાં ધરખમ વધારો થયો છે. યુદ્ધના કારણે ગેસ સપ્લાય પર અસર થઈ છે, જોકે સરકાર તેની અસર ઘટાડવા માટે તમામ ઉપાયોગ કરી રહી છે. આ જ ક્રમમાં પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર અને ગેસ પાઈપલાઈન અંગે નવો આદેશ જાહેર કર્યો છે.
PNG કનેક્શનધારકોને LPG નહીં મળે
મીડિયા રિપોર્ટ મુજબ, પેટ્રોલિય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, જે ઘરમાં ગેસ પાઈપલાઈન એટલે કે PNG કનેક્શન છે, તેઓને LPG સિલિન્ડર અપાશે નહીં. નવા ફેરફાર મુજબ, હવે જે ગ્રાહકો પાસે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તેઓને એલપીજી સિલિન્ડર નહીં મળે. આ નવા આદેશ હવે ગ્રાહકો જૂના સિલિન્ડર રિફિલ નહીં કરાવી શકે.
PNG પાઈલાઈન તરફનો LPG સિલિન્ડરનો પુરવઠો ઘટાડાશે
સરકારનું માનવું છે કે, વર્તમાન કટોકટીના સમયમાં જરૂરીયાત લોકો સુધી ગેસ સપ્લાય પહોંચાડવો ખૂબ જરૂરી છે, તેથી જે વિસ્તારોમાં પીએનજી પાઈપલાઈન છે, ત્યાં એલપીજી સિલિન્ડરનો પુરવઠો ઘટાડવામાં આવશે અને ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં પાઈપલાઈનની સુવિધા નથી, ત્યાં એલપીજી સિલિન્ડરનો પુરવઠો પહોંચાડવામાં આવશે.
સબસિડી બોઝ ઘટાડવાનો પણ પ્રયાસ
હાલ LPG પર સબસિડી મળી રહી છે, તે સરકાર માટે એક મોટો નાણાંકીય બોજ છે. પીએનજી પાઈલાઈન ધરાવતા વિસ્તારોમાં LPG સિલિન્ડરનો પુરવઠો ઘટાડવાથી સરકારી ખજાનાને રાહત મળશે. આ ઉપરાંત એલપીજી કરતા પીએનજી ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે અને તે પર્યાવરણને પણ નુકસાન કરતું નથી. પાઈપલાઈનથી સપ્લાય થવાના કારણે સિલિન્ડર ખતમ થવાની કે પછી તેને રિફિલિંગ કરાવાની ઝંઝટ રહેતી નથી.


