World

ટ્રમ્પની વિવાદાસ્પદ યોજનાને મોટો ઝટકો, અમેરિકામાં જન્મેલા બાળકો અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ સરકારની 'બર્થરાઈટ સિટિઝનશિપ' નાબૂદ કરવાની યોજનાને કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમેરિકામાં જન્મેલા દરેક બાળકને જન્મથી જ નાગરિકતા મળશે. આ નિર્ણયથી લાખો વિદેશી પરિવારોને મોટી રાહત મળી છે અને ટ્રમ્પની યોજના પર પૂર્ણવિરામ મુકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની વિવાદાસ્પદ યોજનાને મોટો ઝટકો, અમેરિકામાં જન્મેલા બાળકો અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

US Birthright Citizenship Controversy : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ સરકાર જે વિવાદાસ્પદ નિર્ણય દ્વારા અમેરિકામાં જન્મ લેતા વિદેશી નાગરિકોના બાળકોને મળતી 'બર્થરાઈટ સિટિઝનશિપ' (જન્મજાત નાગરિકતા) નાબૂદ કરવા માંગતી હતી, તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે શું નિર્ણય આપ્યો?
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાની ધરતી પર જન્મ લેનાર લગભગ દરેક બાળકને જન્મથી જ અમેરિકી નાગરિકતા મળતી રહેશે. આ નિર્ણય સાથે ટ્રમ્પની તે યોજના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે, જેના હેઠળ તેઓ અમેરિકામાં જન્મેલા વિદેશીઓના બાળકોને નાગરિકતાથી વંચિત રાખવા ઈચ્છતા હતા.

આ નિર્ણયનું મહત્વ શું છે?
આ નિર્ણય ટ્રમ્પ સરકાર માટે એક મોટો રાજકીય અને કાનૂની આંચકો માનવામાં આવે છે. ટ્રમ્પ આ કાયદાને હંમેશા માટે ખતમ કરવાના પક્ષમાં હતા, પરંતુ કોર્ટે આ કાયદાને યથાવત રાખીને લાખો વિદેશી પરિવારોને મોટી રાહત આપી છે. કોર્ટના આ આદેશ બાદ હવે સ્થિતિ પહેલા જેવી જ રહેશે અને અમેરિકામાં જન્મેલું દરેક બાળક અમેરિકાનું નાગરિક ગણાશે.