Entertainment

વીરદાસની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી

By GS Team
30 Jun 20261 min read
TukuTouch Logo
વીર દાસે 'રિવોલ્વર રાની'ના કિસિંગ સીન વિશે કહ્યું કે કંગનાએ તેના હોઠ ચાવ્યા હતા, લોહી નીકળ્યું હતું અને શૂટિંગ અટકાવવું પડ્યું હતું. કંગનાએ આ વાતને નકારી કાઢતા કહ્યું કે, "વોટ નોનસેન્સ! મેં ઘણા કિસિંગ સીન કર્યા છે, કદી વાંધો લીધો નથી. આ વિકૃતો પોતાની શેતાની કલ્પનાઓ સંતોષવા આવી વાર્તાઓ ઘડે છે. મારાથી દૂર રહો." આ મામલે વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીરદાસની કિસિંગ કહાનીને કંગનાએ નોનસેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી

મુંબઈ : વીર દાસની કરૂણ કિસિંગ સ્ટોરી બાબતે કંગનાએ આકરાં પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે વોટ નોનસેન્સ, મેં ઘણાં કિસિંગ સીન કર્યા છે, કદી તેની સામે વાંધો લીધો નથી. ગેંગસ્ટર ફિલ્મમાં તો કિસ પર એક આખું ગીત છે. આ વિકૃતો તેમની પોતાની શેતાની કલ્પનાઓને સંતોષવા અને પોતાના એન્જડા માટે આવી કહાનીઓ ઘઢી કાઢે છે. મારાથી દૂર રહો.

વાત એમ હતી કે વીર દાસે સીનના શૂટિંગની વાત કરતાં જણાવ્યું હતું કે મારે એક કરૂણ કથા કહેવાની છે. કંગના અને મારે રિવોલ્વર રાનીમાં કિસ કરવાની હતી. અમે રિહર્સલ કર્યાં અને બધું બરાબર હતું. પછી શૂટના દિવસે કંગના પાત્રમાં એવી પ્રવેશી ગઇ કે તેણે મારા હોઠને એવો ચાવ્યો કે મને લોહી નીકળ્યું અને અમારે શૂટિંગ બંધ કરવું પડેલું.

ખેર, ગોસિપ તરીકે શરૂ થયેલી વાત હવે વિવાદ સર્જી ચૂકી છે. હવે મામલો માત્ર કિસનો રહ્યો નથી પણ તે અંગે બે એક્ટર્સ જાહેરમાં લડી રહ્યાં તે છે. કોણ સાચું તે તો ફિલ્મના દિગ્દર્શક સાઇ કબીર જ કહી શકે.