India

સાંસદો મેદાને, લાઠીચાર્જ, ટિયર ગેસ અને અટકાયત... કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની 10 મહત્ત્વની વાત

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
CJP દ્વારા સંસદ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટ્યા હતા. દિલ્હીમાં સંસદ ભવન પાસે સુરક્ષા વધારી દેવાઈ હતી અને પોલીસ બળે લાઠીચાર્જ કરી ટિયર ગેસ છોડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરાઈ હતી. ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં પણ CJPના સમર્થનમાં પ્રદર્શનો થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંસદો મેદાને, લાઠીચાર્જ, ટિયર ગેસ અને અટકાયત... કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની 10 મહત્ત્વની વાત

CJP Parliament March : કોકરોચ જનતા પાર્ટી(CJP)ની સંસદ માર્ચમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન સંસદ ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. કેટલાંક પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે કર્તવ્ય પથ પર બેરિકેડિંગ કરી પ્રદર્શનકારીઓને આગળ વધતા રોક્યા હતા. કોન્સ્ટિટ્યુશન ક્લબ પાસે CJPના પ્રદર્શનમાં સામેલ લોકોને વિખેરવા માટે સુરક્ષા દળો દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

CJPના સભ્ય સૌરભ દાસે દાવો કર્યો હતો કે, અભિજીત દીપકેની પોલીસે અટકાયત કરી છે. જોકે, થોડીવાર પછી પોતાની સોશિયલ મીડિયા X પોસ્ટમાં અપડેટ આપતાં તેમણે કહ્યું કે, દીપકે કસ્ટડીમાં નથી.

CJPના આ વિરોધ પ્રદર્શનમાં અખિલેશ યાદવના પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સંસદ માર્ચમાં જોડાયા હતા. તેમની સાથે સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજે પણ સંસદ કૂચ કરીને CJPની માર્ચને સમર્થન આપ્યું હતું. તો રવિવારે સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય અને ઇકરા હસન પણ અભિજિત દીપકેના સમર્થનમાં પહોંચ્યા હતા. મંચ પરથી બોલતાં રાજીવ રાયે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને તેના તમામ કાર્યકર્તાઓ CJPના આ આંદોલન સાથે છે. બીજી તરફ, શુક્રવારે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ પવન ખેડા સોનમ વાંગચુક અને પ્રદર્શનકારીઓને મળવા જંતર-મંતર પહોંચ્યા હતા.

CJPના વિરોધ પ્રદર્શનની 10 મોટી વાતો:

સૌરભ દાસે એવો પણ દાવો કર્યો હતો કે, તેમની જે.પી નડ્ડા સાથે 10 મિનિટ સુધી મુલાકાત થઈ હતી.

CJPના વિરોધ માર્ચ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.

પ્રદર્શનકારીઓ સંસદ ભવનની ખૂબ નજીક પહોંચી ગયા, સંસદ ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી.

પોલીસે પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસના સેલ છોડ્યા.

ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું.

પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો.

પ્રદર્શનકારીઓને આગળ વધતાં પોલીસે રોક્યા.

પોલીસે કેટલાંક વિદ્યાર્થીઓની અટકાયત કરી.

કેટલાંક પ્રદર્શનકારીઓ દિલ્હી પોલીસની ગાડી પર ચડી ગયા.

જંતર-મંતર પર વધી રહી છે, પ્રદર્શનકારીઓની ભીડ

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓની ભીડ સતત વધી રહી છે. પોલીસ ભીડને હટાવવા માટે કેટલીય વાર લાઠીચાર્જ કરી ચૂકી છે, પરંતુ પ્રદર્શનકારીઓ હટવાનું નામ નથી લઈ રહ્યા.

ગુજરાતના અનેક શહેરોમાં પ્રદર્શન

સોનમ વાંગચુકના સમર્થનમાં સોમવારે ગુજરાતના અનેક શહેરોમાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદમાં લો ગાર્ડન પાસે એકઠા થયેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી, કારણ કે, તેમની પાસે વિરોધ પ્રદર્શનની મંજૂરી નહોતી. સુરત, જૂનાગઢ અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે નારેબાજી કરી હતી. તેઓ CJPના સમર્થનવાળી ટી-શર્ટ(T-shirt) પહેરીને વાંગચુક અને તેમના ઉપવાસના સમર્થનમાં બેનર સાથે પ્રદર્શન કરી રહ્યા હતા.