Get The App

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું 1 - image


પ્રતિકાત્મક તસવીર 


MP Dindori Road Accident: મધ્ય પ્રદેશના ડિંડોરીમાં શનિવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જબલપુર-અમરકંટક નેશનલ હાઈવે પર કિરાતાલાબ ગામ પાસે એક અનિયંત્રિત ટ્રકે પીકઅપ વાહનને અડફેટે લેતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ થયો હતો. ગ્રામીણો પીકઅપ વાહનમાં સવાર થઈને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર એક ટ્રકનું ટાયર પંચર થતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સીધો પીકઅપ વાહન પર ચઢી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 5 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

ડ્રાઈવરનો ચોંકાવનારો ખુલાસો

પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે, ટ્રક પંચર થયા બાદ તે સંતુલન જાળવી શક્યો નહોતો. અંધારામાં તેને રસ્તા પર ઉભેલા લોકો દેખાયા નહોતા અને ટ્રક તેમની પર ફરી વળ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ગામમાં શોકનું મોજું

એકસાથે 5 લોકોના મોતને પગલે આખું ગામ હિબકે ચઢ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. એસપી વાહની સિંહે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.