India

મંદિર મસ્જિદ વિવાદ પર ભડક્યા RSS પ્રમુખ, કહ્યું- 'અમુકને લાગે છે કે રામમંદિર જેવા મુદ્દા ઊઠાવી હિન્દુ નેતા બની જશે'

By GS Team
20 Dec 20242 mins read
This article was originally published on 20 Dec 2024
TukuTouch Logo
દેશમાં હાલ ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદો વચ્ચે આરએસએસ(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના પ્રમુખ મોહન ભાગવતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફરી એકવાર તમામ ભારતીયોને જાતિ-ધર્મના ભેદભાવને ભુલી ભાઈચારા અને સદ્ભાવના કેળવવા અપીલ કરી છે. તેમજ જાતિ-ધર્મના આધારે રાજકારણ રમી રહેલા લોકો પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મંદિર મસ્જિદ વિવાદ પર ભડક્યા RSS પ્રમુખ, કહ્યું- 'અમુકને લાગે છે કે રામમંદિર જેવા મુદ્દા ઊઠાવી હિન્દુ નેતા બની જશે'

Mandir-Masjid Controversy: દેશમાં હાલ ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદો વચ્ચે આરએસએસ(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના પ્રમુખ મોહન ભાગવતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફરી એકવાર તમામ ભારતીયોને જાતિ-ધર્મના ભેદભાવને ભુલી ભાઈચારા અને સદ્ભાવના કેળવવા અપીલ કરી છે. તેમજ જાતિ-ધર્મના આધારે રાજકારણ રમી રહેલા લોકો પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવી લોકો હિન્દુ નેતા બની રહ્યા છે

મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વાત કરતાં જણાવ્યું હતું કે, મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવનારા લોકોને લાગી રહ્યું છે કે, તેઓ હિન્દુ નેતા બની જશે. પણ તે સ્વીકાર્ય નથી. આપણે લાંબા સમયથી સદ્ભાવનામાં રહ્યા છીએ. જો આ સદ્ભાવનાને વિશ્વ સુધી પહોંચાડવી છે, તો તેના માટે આપણે એક મોડલ તૈયાર કરવું પડશે. રામ મંદિર નિર્માણ બાદ અમુક લોકોને લાગે છે કે, તેઓ નવા સ્થળો પર આ પ્રકારના મુદ્દા ઉઠાવી હિન્દુ નેતા બની જશે. પરંતુ રામ મંદિરનું નિર્માણ તમામ હિન્દુઓની આસ્થાનો સવાલ હતો.

દરરોજ જાતિ-ધર્મ પર નવો મુદ્દો સ્વીકાર્ય નહીં

વધુમાં ભાગવતે જણાવ્યું કે, આપણે રોજ નવો કિસ્સો ઉઠાવી રહ્યા છીએ. તેની મંજૂરી કેવી રીતે મળી શકે. ભારતે આ જોવું પડશે કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ. કોઈએ પણ ખાસ મુદ્દો અને સ્થળનું નામ લેવું જોઈએ નહીં. હાલમાં જ મંદિરની ઓળખ કરવા માટે મસ્જિદના સર્વેક્ષણની માગ કરતી અનેક અરજીઓ કોર્ટમાં દાખલ થઈ છે. જે યોગ્ય નથી.

આ પણ વાંચોઃ માનવીય ભૂલને કારણે ભારતીય સૈન્યએ દેશના પ્રથમ CDS ગુમાવ્યા હતા, હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ખુલાસો 

આપણે સૌ ભારતીયો ભેગા થઈએ

ભાગવતે તમામ ભારતીયોને ભેગા થઈ વર્ચસ્વની ભાષાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. આરએસએસ પ્રમુખે જણાવ્યું કે, કોણ લઘુમતી અને કોણ બહુમતી? અહીં તમામ સમાન છે. આપણા દેશની પરંપરા છે કે, તમામ લોકો પોત-પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરે. આપણે સૌએ સદ્ભાવના કેળવી નિયમો અને કાયદાના અનુપાલનમાં રહેવું જોઈએ.

કટ્ટરતાવાદનો અંત લાવવો જરૂરી

મોહન ભાગવતે કહ્યું કે, અમુક લોકો બહારથી આવ્યા અને પોતાની સાથે કટ્ટરતા લઈ આવ્યા, તેઓ ઇચ્છે છે કે, જૂનું શાસન પરત આવે. પરંતુ હવે દેશ બંધારણનું અનુસરણ કરી રહ્યો છે. આ વ્યવસ્થામાં લોકો પોતાના પ્રતિનિધિ પસંદ કરે છે, જે સરકાર ચલાવે છે. વર્ચસ્વ સ્થાપિત કરવાના દિવસો જતા રહ્યા. મોઘલ બાદશાહ ઔરંગઝેબનું શાસન આ પ્રકારની કટ્ટરતા માટે જ ઓળખાતું હતું. જો કે, તેમના વંશજ બહાદુરશાહ ઝફરે 1857માં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ કટ્ટરતાવાદનો અંત લાવવો જરૂરી છે.

અંગ્રેજોની ભાગલા પાડો નીતિનું પુનરાવર્તન

અંગેજોના શાસન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓને સોંપવામાં આવી રહ્યું હતું, પરંતુ અંગ્રેજોને તેની જાણ થઈ ગઈ અને તેમણે ભાગલા પાડો રાજ કરો નીતિ અપનાવી. બંને સમુદાયો વચ્ચે કડવાશ ઊભી કરી. અલગાવવાદની ભાવના અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. આજના રાજકારણીઓ અને અન્ય લોકો આ જ નીતિનું પુનરાવર્તન કરી રહ્યા છે.