India

મોદી સરકાર સંસદમાં લાવવા જઈ રહી છે ડિલિમિટેશન બિલ, શું મેળવી લીધો બે તૃતીયાંશની બહુમતીનો આંકડો?

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવા સજ્જ છે. આ બિલ લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 સુધી કરી શકે છે, જેમાં 33% મહિલા અનામત રહેશે. 2029ની ચૂંટણી પહેલા મહિલા અનામત લાગુ કરવાનો આ માર્ગ છે. દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતાઓ દૂર કરવા બેઠકોમાં 50% સમાન વધારો થશે. સરકારે 2/3 બહુમતી માટે જરૂરી આંકડો મેળવી લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી સરકાર સંસદમાં લાવવા જઈ રહી છે ડિલિમિટેશન બિલ, શું મેળવી લીધો બે તૃતીયાંશની બહુમતીનો આંકડો?

Modi Government To Table Delimitation Bill In Winter: સંસદનું આગામી શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે, જેમાં મોદી સરકાર મહત્ત્વપૂર્ણ 'ડિલિમિટેશન બિલ' રજૂ કરી શકે છે. આ બિલ પાસ કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતીના આંકડાની જરૂર પડે છે. અગાઉ એપ્રિલ મહિનામાં પૂરતી સંખ્યા ન મળવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું ન હતું, પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે જરૂરી બે તૃતીયાંશ આંકડો મેળવી લીધો હોવાના અહેવાલ છે.

ડિલિમિટેશન બિલ અને બે તૃતીયાંશ આંકડાનું સમીકરણ

સીટોમાં વધારો: આ બિલ મહિલા આરક્ષણ સંશોધન વિધેયક સાથે જોડાયેલું છે. જો આ બિલ પાસ થશે તો લોકસભાની વર્તમાન 543 બેઠકો વધીને મહત્તમ 850 સુધી થઈ જશે, જેમાંથી 33 ટકા એટલે કે બે તૃતીયાંશ નહીં, પરંતુ ત્રીજા ભાગની એટલે કે 33% બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. 2029ની સામાન્ય ચૂંટણી પહેલા સંસદ અને રાજ્ય વિધાનસભામાં મહિલા આરક્ષણ લાગુ કરવાનો આ રસ્તો છે.

નવી ફોર્મ્યુલા: દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે એક એવા ફોર્મ્યુલા પર વિચાર કર્યો છે, જેના હેઠળ તમામ રાજ્યોમાં લોકસભા બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો સમાન વધારો કરવામાં આવી શકે છે, અને 1971ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું વર્તમાન વિતરણ યથાવત રાખવામાં આવશે.

સંખ્યાબળનું ગણિત: સત્તાધારી NDA પાસે પોતાના 320 સાંસદો છે. 50 ટકા સીટો વધારવાના પ્રસ્તાવને કારણે ડીએમકે (DMK) ના 22 સાંસદો અને અન્ય પક્ષો અથવા સંભવિત સમર્થકોને જોડીને એનડીએ સરળતાથી 350 થી વધુનો આંકડો પાર કરીને બે તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.