Astro

શનિની ચાલ બદલાતા 2027માં 3 રાશિઓ પર રહેશે સાડાસાતીનો પ્રભાવ, બહુ કપરો સમય આવશે!

By GS Team
15 Nov 20261 min read
TukuTouch Logo
વર્ષ 2027માં શનિના ગોચરથી મેષ, વૃષભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. 3 જૂન, 2027ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જે બાદ 20 ઓક્ટોબરે વક્રી થઈ મીન રાશિમાં આવશે. આ સમયગાળામાં આ રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ અને કપરો સમય આવી શકે છે. નાણાકીય, સ્વાસ્થ્ય અને પારિવારિક બાબતોમાં સાવચેતી રાખવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શનિની ચાલ બદલાતા 2027માં 3 રાશિઓ પર રહેશે સાડાસાતીનો પ્રભાવ, બહુ કપરો સમય આવશે!

ASTRO News : જ્યોતિષશાસ્ત્રમાં શનિની સાડાસાતીને જીવનમાં વિશેષ મહત્ત્વ અને પ્રભાવ ધરાવતી માનવામાં આવે છે. આગામી વર્ષ 2027માં શનિના ગોચર અને ચાલને કારણે મુખ્યત્વે ત્રણ રાશિઓ - મેષ, વૃષભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. 3 જૂન 2027ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 20 ઓક્ટોબરે વક્રી થઈને પુનઃ મીન રાશિમાં આવશે, જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવની સાથે કપરો સમય આવી શકે છે.

મેષ રાશિ: 2027માં મેષ રાશિ પર સાડાસાતીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રભાવ રહેશે. આ સમયગાળા દરમિયાન જાતકોએ નાણાકીય બાબતો, સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોમાં વિશેષ સાવચેતી રાખવી પડશે. નોકરી અને વેપારમાં અણધારી અડચણો આવી શકે છે, તેથી કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી.

વૃષભ રાશિ: 3 જૂનથી 20 ઓક્ટોબર દરમિયાન આ રાશિ પર સાડાસાતીનો પ્રથમ તબક્કા શરૂ થશે. આ દરમિયાન માનસિક અશાંતિ અને કામકાજમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ શકે છે. આર્થિક આયોજન મજબૂત રાખવું પડશે અને બજેટનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ રહેશે.

મીન રાશિ: વર્ષ 2027 મીન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે. વર્ષના અમુક સમયગાળામાં સાડાસાતીનો અંતિમ તબક્કા અને ત્યારબાદ બીજો તબક્કા પ્રભાવશાળી રહેશે. અગાઉ કરેલા સંઘર્ષોનું ફળ મળી શકે છે, પરંતુ સ્વાસ્થ્ય અને આર્થિક મામલે કોઈપણ પ્રકારની લાપરવાહી ન દાખવવાની સલાહ આપવામાં આવે છે.