Sports

'મને ખબર હતી કે દિવસ મારો છે', પાકના જડબામાંથી જીત છીનવનાર ગુજરાતી ક્રિકેટર મોહિત ઉલ્વાની પ્રતિક્રિયા, લકી નંબર-10 અને જાડેજા સાથે ખાસ કનેક્શન

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
ભારત અંડર-19 ટીમે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી 9મી વખત ખિતાબ જીત્યો. સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રન બનાવી ટીમને જીત અપાવી. મનાલ ચૌહાણ (47 રન) અને મોહિતે 9મી વિકેટ માટે 57 રન જોડી મેચ પલટી. મોહિતે પોતાની સફળતાનો શ્રેય ભગવાન, આત્મવિશ્વાસ અને મનાલના સહયોગને આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને ખબર હતી કે દિવસ મારો છે', પાકના જડબામાંથી જીત છીનવનાર ગુજરાતી ક્રિકેટર મોહિત ઉલ્વાની પ્રતિક્રિયા, લકી નંબર-10 અને જાડેજા સાથે ખાસ કનેક્શન
ફોટો સોર્સ: BCCI/X

Manal Chauhan Mohit Ulva partnership Asia Cup: ભારત અંડર-19 ટીમે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને રેકોર્ડ 9મી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારત એક સમયે હારની નજીક પહોંચી ગયું હતું, પરંતુ નંબર-10ના પર ઉતરેલા સુરેન્દ્રનગરના ક્રિકેટર મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રનની યાદગાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. મેચ પછી મોહિતે પોતાની સફળતાનો શ્રેય ભગવાન પરના વિશ્વાસ, પોતાના આત્મવિશ્વાસ અને મનાલ ચૌહાણના સપોર્ટને આપ્યો છે.

ફાઇનલમાં ભારતની જીતના હીરો રહેલા મોહિત ઉલ્વાએ કહ્યું કે

મને છેલ્લી ઓવરમાં ભગવાન પર વિશ્વાસ હતો. હું પોતાને એક ઓલરાઉન્ડર માનું છું. આ ટૂર્નામેન્ટ મારા માટે સારી રહી ન હતી, પરંતુ મને ખાતરી હતી કે હું ફાઇનલમાં ટીમ માટે કંઈક ખાસ કરી શકું છું.

'મને ખબર હતી કે આજનો દિવસ મારો છે', સાથી ખેલાડી મનાલ ચૌહાણે સાથ આપ્યો અને મેચ પલટી નાખી

મોહિતે જણાવ્યું કે તેમને મનાલ ચૌહાણનો પૂરો સહયોગ મળ્યો અને તેનાથી જ ટીમની વાપસીનો પાયો નંખાયો. તેમણે કહ્યું, 'મને મનાલના સહયોગની જરૂર હતી અને તેમણે તે આપ્યો. મને ખબર હતી કે આજનો દિવસ મારો છે અને હું ટીમને જીતાડીને જ પાછો ફરીશ.' ભારતીય ટીમ 252 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી અને પાકિસ્તાન જીતનું પ્રબળ દાવેદાર લાગતું હતું. તેવા સમયે મનાલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ 9મી વિકેટ માટે 35 બોલમાં 57 રન જોડીને મેચની બાજી પલટી નાખી. મનાલે 32 બોલમાં 47 રન બનાવ્યા, જ્યારે મોહિતે છેલ્લે સુધી ટકીને પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી.

લકી નંબર-10 અંગે કર્યો ખુલાસો

મોહિતે કહ્યું કે ભારતીય ખેલાડીઓને પોતાની બેટિંગ ક્ષમતા પર પૂરો ભરોસો હતો. તેમણે કહ્યું, 'આ બેટિંગ માટે સારી વિકેટ હતી. અમે પોતાની જાતને એ જ કહી રહ્યા હતા કે જો પાકિસ્તાન આટલા રન બનાવી શકે છે તો અમે પણ બનાવી શકીએ છીએ. અમને આપણી બેટિંગ પર ભરોસો હતો અને એ જ વિશ્વાસે આપણને જીત અપાવી.' મોહિતે મજાકિયા અંદાજમાં કહ્યું કે-'નંબર-10 મારા માટે ઘણો ભાગ્યશાળી રહ્યો છે, કારણ કે મારા લગભગ તમામ રન આ જ ક્રમ પર બેટિંગ કરતી વખતે આવ્યા છે.'

શાનદાર શરૂઆત અને રોમાંચક અંત

337 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતને આર્યવીર સહેવાગ (58) અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાની (80) એ શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે મિડલ ઓર્ડર લથડ્યા બાદ ટીમ સંકટમાં ફસાઈ ગઈ હતી. અન્વય દ્રવિડના રન આઉટ થયા પછી ભારતની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી, પરંતુ મનાલ ચૌહાણ (47) અને મોહિત ઉલ્વા (49*) એ અશક્ય જણાતી જીતને શક્ય બનાવી દીધી. છેલ્લા બોલે જ્યારે ભારતને 3 રનની જરૂર હતી, ત્યારે મોહિતે ચોગ્ગો ફટકારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી.

કોણ છે મોહિત મોહિત ઉલ્વા, રવિન્દ્ર જાડેજા સાથે શું કનેક્શન?

એક રિપોર્ટ મુજબ જામનગરમાં રવિન્દ્ર જાડેજાના જ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કડક તાલીમ મેળવનાર મોહિત શરૂઆતમાં ઓફ-સ્પિનર હતો, જે બાદ ફાસ્ટ બોલર બન્યો હતો. રાજકોટ સ્થળાંતર કર્યા બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ દરમિયાન જયદેવ ઉનડકટ પાસેથી મળેલી ખાસ ટિપ્સ તેના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. ગામડાના ટેનિસ-બોલ ક્રિકેટથી શરૂ થયેલી આ સફર આજે તેને ભારતની અંડર-19 ટીમ સુધી લઈ ગઈ છે.