Business

અમેરિકાના રાજકારણમાં નવો ભૂકંપ, ટ્રમ્પ સામે NVIDIA ના શેર્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ કરીને અબજોની કમાણી કરવાનો આરોપ

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ NVIDIAના શેર ખરીદવા મામલે વિવાદોમાં ઘેરાયા છે. ટ્રમ્પે ચીનને AI ચિપ એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવવાના ઠીક એક દિવસ પહેલાં NVIDIAના લાખો ડોલરના શેર ખરીદ્યા હોવાનો દાવો થયો છે. એન્ટી-કરપ્શન ગ્રૂપ 'ડીક્લેપ્ટોક્રેસી'ના અહેવાલ મુજબ, મે 2025માં આ વ્યવહાર થયો હતો. ડેમોક્રેટિક સાંસદોએ હિતોના ટકરાવ અંગે સત્તાવાર તપાસની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના રાજકારણમાં નવો ભૂકંપ, ટ્રમ્પ સામે NVIDIA ના શેર્સમાં ઈનસાઈડર ટ્રેડિંગ કરીને અબજોની કમાણી કરવાનો આરોપ

Trump NVIDIA Connection: અમેરિકાના રાજકારણ અને ગ્લોબલ ટેક્નોલોજી વર્લ્ડમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. એનવિડિયા (NVIDIA) ના ચાઇના કનેક્શન અને સીઇઓ જેન્સન હુઆંગના રાજીનામાના વિવાદ વચ્ચે હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જંગી શેર ખરીદીના મામલે ઘેરાયા છે. દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ચીનને લઈને એડવાન્સ્ડ એઆઈ (AI) ચિપ એક્સપોર્ટ પરનો બૅન હટાવવાના ઠીક એક દિવસ પહેલાં એનવિડિયા કંપનીના મિલિયન ડોલર્સ (લાખો ડોલર) ના શેરો ખરીદ્યા હતા.

એન્ટી-કરપ્શન ગ્રૂપ 'ડીક્લેપ્ટોક્રેસી' ના પબ્લિક ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર એનાલિસિસ અને 'ધ ગાર્ડિયન' ના અહેવાલ મુજબ, આ વ્યવહાર મે 2025 માં થયો હતો. ટ્રમ્પે બાઇડેન શાસનકાળના એવા નિયમો (AI ડિફ્યુઝન ફ્રેમવર્ક) ને રદ્દ કર્યા હતા જે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે એનવિડિયાને ચીન જેવા દેશોમાં એડવાન્સ્ડ ચિપ્સ વેચતા રોકતા હતા. ટ્રમ્પ તંત્રના આ નીતિગત નિર્ણય બાદ તરત જ એનવિડિયાના શેરોમાં ઉછાળો આવ્યો હતો, જેનાથી કંપની માટે ચીનનો મોટો બજાર ફરી ખુલી ગયો હતો.

આટલું જ નહીં, રિવ્યૂ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ડિસેમ્બર 2025 માં ટ્રમ્પે ફરી 50 લાખ ડોલર (5 મિલિયન ડૉલર) કે તેથી વધુ રકમના એનવિડિયા શેરો ખરીદ્યા હતા. આ ખરીદી એવા સમયે થઈ હતી જ્યારે ટ્રમ્પ સરકારે ચીનને નવી H200 ચિપ્સ સપ્લાય કરવા માટે મંજૂરી આપી હતી. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે 2025 દરમિયાન AI સંબંધિત 68 કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જેમાં એકલી એનવિડિયામાં જ 53 ટ્રેડ અને એપલ, માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓનો સમાવેશ થાય છે.

આ સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ અમેરિકાની સંસદ (કેપિટલ હિલ) માં ભારે હોબાળો મચ્યો છે. ડેમોક્રેટિક સાંસદોએ આ ટ્રેડિંગ સમય અને 'કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ' (હિતોના ટકરાવ) અંગે સત્તાવાર તપાસની માગ કરી છે. બીજી તરફ, પ્રમુખ ટ્રમ્પના સલાહકારોએ તમામ આરોપોને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે આ તમામ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ સંપૂર્ણપણે ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો દ્વારા થયા હતા.

નોંધનીય છે કે, વ્હાઈટ હાઉસ અને એનવિડિયાના ભૂતપૂર્વ સીઇઓ જેન્સન હુઆંગ વચ્ચેના સંબંધો પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. હુઆંગે તાજેતરમાં જ ચીની ઇન્ટેલિજન્સ એજન્ટ સાથેના કથિત સંબંધોના વિવાદ વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. વધુમાં, એનવિડિયા કંપનીએ ઓક્ટોબર 2025 માં વાઇટ હાઉસના બોલરૂમ પ્રોજેક્ટ માટે 25 મિલિયન ડૉલરનું યોગદાન પણ આપ્યું હતું, જેના કારણે સમગ્ર મામલે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે.