India

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો

By GS TEAM
24 Mar 20262 mins read
TukuTouch Logo
ઓમાન અને તુર્કિયે જ નહીં, પરંતુ ભારત, સાઉદી અરેબિયા અને ઇજીપ્ત દ્વારા પણ સતત સંદેશાની આપ-લે કરવામાં આવી રહી હતી. આ દેશોએ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો

Iran America War Update : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે હવે દુનિયાના અનેક મોટા દેશો પડદા પાછળ સક્રિય થયા છે. એક વરિષ્ઠ રાજદ્વારીના જણાવ્યા અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની શાંતિ જાહેરાત પહેલા ઓમાન અને તુર્કિયે દ્વારા સૌથી વધુ ગુપ્ત વાતચીત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓમાન અગાઉ પણ અનેક વખત મધ્યસ્થીની ભૂમિકા ભજવી ચૂક્યું છે અને આ વખતે પણ તેણે બંને વિરોધી પક્ષોને વાતચીત માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારતની પણ મહત્વપૂર્ણ ભુમિકા

ઓમાન અને તુર્કિયે જ નહીં, પરંતુ ભારત, સાઉદી અરેબિયા અને ઇજીપ્ત દ્વારા પણ સતત સંદેશાની આપ-લે કરવામાં આવી રહી હતી. આ દેશોએ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો. જેથી તણાવ વધુ ન વધે. ભારતના અમેરિકા અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે, તેથી તેણે પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે વાતચીત ચાલુ રાખવામાં મદદ કરી છે. જોકે એ સ્પષ્ટ નથી કે, આ ગુપ્ત વાતચીતની ટ્રમ્પના 5 દિવસના યુદ્ધવિરામના નિર્ણય પર કેટલી સીધી અસર પડી, પરંતુ નિષ્ણાતો માને છે કે, આ દેશોના પ્રયાસોએ યુદ્ધને વધુ વકરતું રોકવામાં મદદ કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે અંતર ઘટાડવાના પ્રયાસ

હાલના સમયે મિડિલ ઈસ્ટમાં એવી પરિસ્થિતિ છે કે એક તરફ યુદ્ધ છેડાયેલું છે, જ્યારે બીજી તરફ અનેક દેશો મળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલી વખત છે, જ્યારે યુદ્ધના ચોથા સપ્તાહમાં આટલા બધા દેશો એકસાથે આવીને અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબત સંકેત આપે છે કે આગામી સમયમાં શાંતિ માટેની વાતચીત વધુ તેજ બની શકે છે.

મિડિલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પહેલ

આ અગાઉ એવા અહેવાલ પણ આવ્યા હતા કે પાકિસ્તાન, તુર્કિયે અને ઇજીપ્ત પણ પડદા પાછળથી બંને દેશોને વાતચીત માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ આ પ્રકારની કોઈ બેઠકમાં સામેલ થઈ શકે છે. મિડિલ ઈસ્ટની વર્તમાન સ્થિતિને જોતા દુનિયાના અનેક દેશો મળીને આ મોટા સંકટને ખતમ કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે અને આશા છે કે આગામી સમયમાં તેનો કોઈ શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે છે.