India

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમરસ હાજરી

By GS TEAM
22 Nov 20253 mins read
TukuTouch Logo
Udaipur’s ‘Wedding of the Year’: ‘સિટી ઓફ લેક્સ’ ઉદયપુરમાં આ વર્ષના સૌથી ભવ્ય લગ્નનું આયોજન થયું છે. અમેરિકન ફાર્મા અબજોપતિ રામા રાજુ મંટેનાની દીકરી નેત્રા મંટેના અને ટેક વ્યવસાયી વામસી ગડિરાજુના શાહી લગ્નને ‘વેડિંગ ઓફ ધ યર’ ગણવામાં આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસ સુધી ચાલનારા આ અત્યંત ખર્ચાળ લગ્નોત્સવમાં સામેલ થવા માટે હોલિવુડના સુપરસ્ટાર્સ જેનિફર લોપેઝ અને જસ્ટિન બીબરથી લઈને બોલિવુડના હૃતિક રોશન અને રણવીર સિંહ સુધીના સિતારાઓ ઉદયપુર પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ આ લગ્ન માણવા માટે ભારત આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમરસ હાજરી

Udaipur’s ‘Wedding of the Year’: ‘સિટી ઓફ લેક્સ’ ઉદયપુરમાં આ વર્ષના સૌથી ભવ્ય લગ્નનું આયોજન થયું છે. અમેરિકન ફાર્મા અબજોપતિ રામા રાજુ મંટેનાની દીકરી નેત્રા મંટેના અને ટેક વ્યવસાયી વામસી ગડિરાજુના શાહી લગ્નને ‘વેડિંગ ઓફ ધ યર’ ગણવામાં આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસ સુધી ચાલનારા આ અત્યંત ખર્ચાળ લગ્નોત્સવમાં સામેલ થવા માટે હોલિવુડના સુપરસ્ટાર્સ જેનિફર લોપેઝ અને જસ્ટિન બીબરથી લઈને બોલિવુડના હૃતિક રોશન અને રણવીર સિંહ સુધીના સિતારાઓ ઉદયપુર પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ આ લગ્ન માણવા માટે ભારત આવ્યા છે. 

કોણ છે રાજુ મંટેના? 

નેત્રા મંટેના પિતા રામા રાજુ મંટેના જાણીતા ફાર્મા અબજોપતિ છે. તેઓ ‘ઇન્જેનસ ફાર્માસ્યુટિકલ્સ’ના ચેરમેન અને સીઈઓ છે, જે કેન્સર અને માનસિક આરોગ્ય માટે જેનરિક દવાઓનું ઉત્પાદન કરે છે. રાજુ મંટેનાએ ભારતની જવાહરલાલ નેહરુ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(જે.એન.ટી.યુ.)માંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી છે અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી ક્લિનિકલ ફાર્મસીમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે 2005માં ‘P4 હેલ્થકેર’ કંપનીની સ્થાપના કરી હતી. તેમનો વ્યવસાય અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં ફેલાયેલો છે. તેઓ તેમનાં પત્ની પદ્મજા મંટેના સાથે ફ્લોરિડામાં વસે છે, જ્યાં તેમણે 2023માં 400 કરોડ રૂપિયાની લક્ઝરી એસ્ટેટ ખરીદી હતી, જેમાં 16 બેડરૂમ, પ્રાઇવેટ બીચ અને સ્ટેબલ (ઘોડાર) જેવી સુવિધાઓ છે. 

રોયલ વેડિંગની સંપૂર્ણ માહિતી: 


દુલ્હા વામસી ગડિરાજુનો પરિચય

દુલ્હો વામસી ગડિરાજુ યુવા ટેક ઉદ્યોગસાહસિક છે. તેઓ ‘સુપરઓર્ડર’ કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય ટેક્નોલોજી અધિકારી (સીટીઓ- ચીફ ટેકનોલોજી ઓફિસર) છે. આ પ્લેટફોર્મ રેસ્ટોરન્ટ્સ માટે ડિલિવરી અને ટેકઅવે જેવી કાર્યવાહીઓને સરળ બનાવે છે. વામસીએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બેચલર્સ કર્યું છે અને 2024માં ફોર્બ્સની ‘30 અંડર 30’ યાદીમાં (ફૂડ એન્ડ ડ્રિંક કેટેગરી) સ્થાન મેળવ્યું છે. 

લગ્નનું આયોજન અને સ્થળની વિગતો

આ લગ્ન 21 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ચાર દિવસ ચાલશે. મુખ્ય વિવાહ વિધિ 23 નવેમ્બરે થશે. લગ્નની ઉજવણી માટે ઉદયપુરના એકથી વધુ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. બોલિવુડના સિતારાઓના પર્ફોર્મન્સ ‘સિટી પેલેસ’ ખાતે થશે, હલ્દી વિધિ ‘તાજ લેક પેલેસ’માં યોજાશે અને પિછોલા સરોવરની વચ્ચે બનેલા ‘જગમંદિર આઇલેન્ડ પેલેસ’માં વિવાહ વિધિ સમ્પન્ન થશે. આ ઉપરાંત ‘લીલા પેલેસ’ અને ‘ઝનાના મહેલ’ જેવા સ્થળોએ પણ લગ્નના પ્રસંગો યોજાશે. તમામ લગ્ન સમારંભોનું આયોજન અને ડેકોરેશન વિઝક્રાફ્ટ વેડિંગ ઇવેન્ટ મેનેજર્સ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં મેવાડની પરંપરાઓ પ્રેરિત વિધિઓ, કળા પ્રદર્શનો, પરંપરાગત નૃત્યો અને પ્રાદેશિક વાનગીઓનો સમાવેશ થયો છે. 

મહેમાનોની યાદીમાં કોણ કોણ છે?

આ લગ્નમાં 40 દેશોની 126થી વધુ લોકપ્રિય હસ્તીઓ મહેમાન તરીકે ઉદયપુર પધારી છે. હોલિવુડમાંથી જેનિફર લોપેઝ અને જસ્ટિન બીબર પર્ફોર્મ કરવા આવ્યા છે. એ બંને સાથે ડીજે તિએસ્ટો, બ્લેક કોફી, સર્ક ડ્યુ સોલીલ અને ડીજે આમન નાગપાલ પણ પર્ફોર્મ કરશે. બોલિવુડ તરફથી હૃતિક રોશન, રણવીર સિંહ, માધુરી દીક્ષિત, નોરા ફતેહી, શાહિદ કપૂર, કરણ જોહર, વરુણ ધવન, જ્હાનવી કપૂર, કૃતિ સેનન, જેકલિન ફર્નાન્ડીસ, દિયા મિર્ઝા, આમીરા દસ્તુર અને સોફી ચૌધરી જેવી સેલિબ્રિટીઓ મહેમાન બની છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેમની ગર્લફ્રેન્ડ સાથે ઉદયપુર પહોંચ્યા છે. એ અગાઉ તેમણે આગ્રાના તાજમહલની મુલાકાત લીધી હતી. મહેમાનોની યાદીમાં રાજકીય હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. 

ઉદયપુરમાં ‘હાઇ અલર્ટ’ જાહેર 

દુનિયાભરના બિઝનેસમેન, મનોરંજન જગત અને રાજકીય ફલકની હસ્તીઓ આ લગ્નમાં પધારી હોવાથી ઉદયપુર શહેરમાં ‘હાઇ અલર્ટ’ જાહેર કરાયું છે. VVIP મહેમાનો માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

ભવ્ય કાર્યક્રમો અને વિશેષ આકર્ષણો

લગ્નના પ્રથમ દિવસે હલ્દી વિધિ ‘તાજ લેક પેલેસ’માં યોજાઈ હતી. એમાં પરિવારજનો અને મહેમાનોએ નાચ-ગાન કર્યું હતું. શુક્રવારે રાતે મ્યુઝિકલ નાઈટનું આયોજન થયું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું. સોમવારે મુખ્ય વિવાહ વિધિ જગમંદિરમાં થશે, જે મેવાડી રીતરિવાજોથી પ્રેરિત હશે. આ લગ્નમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે, પ્રાદેશિક વાનગીઓ પીરસાશે અને પરંપરાગત કલાઓનું પ્રદર્શન કરાશે.