India

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડલ'ની ચર્ચા

By GS Team
2 Jun 20262 mins read
TukuTouch Logo
TMC Crisis: પશ્ચિમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ હવે એક સમયે અજેય ગણાતા મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. . સત્તા ગુમાવ્યા બાદ હવે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં પણ આંતરિક કલહ ચરમસીમાએ છે. પશ્ચિમ બંગાળમાં હવે 'મહારાષ્ટ્ર મોડલ' ની ચર્ચાએ જોર પકડ્યું છે, જેણે TMCના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડલ'ની ચર્ચા

TMC Crisis: પશ્ચિમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ હવે  એક સમયે અજેય ગણાતા મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. . સત્તા ગુમાવ્યા બાદ હવે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં પણ આંતરિક કલહ ચરમસીમાએ છે. પશ્ચિમ બંગાળમાં હવે 'મહારાષ્ટ્ર મોડલ' ની ચર્ચાએ જોર પકડ્યું છે, જેણે TMCના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો કર્યો છે.

શું 2022 જેવો જ ખેલ બંગાળમાં પણ થશે? 60 ધારાસભ્યો ગેરહાજર

મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભાગલા પડ્યા અને પાર્ટીના બે ટુકડા થયા, તેવી જ સ્થિતિ હવે બંગાળમાં સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં મમતા બેનરજીના ઘરે આયોજિત એક મહત્વની બેઠકમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોએ ગેરહાજર રહીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 80માંથી અંદાજે 60 ધારાસભ્યોનું બેઠકમાં ન પહોંચવું તે TMCમાં મોટું ગાબડું પડવાના સંકેત આપે છે.

ધારાસભ્યોની ખોટી સહી કરાઇ હોવાનો આરોપ

પાર્ટીની અંદર વધી રહેલા વિવાદો વચ્ચે, હસ્તાક્ષર વિવાદને લઈને ધારાસભ્યો ઋતબ્રત બંદોપાધ્યાય અને સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પગલાં પછી બળવાના સૂર વધુ તીવ્ર બન્યા છે. રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે: 

- લગભગ 50 ધારાસભ્યો અલગ જૂથ બનાવી શકે છે.

- કેટલાક સાંસદો પણ પક્ષ બદલવા માટે ગુપ્ત વાતચીત કરી રહ્યા છે.

- દક્ષિણ કોલકાતાની એક હોટલમાં ધારાસભ્યોની ગુપ્ત મુલાકાતની અફવાઓએ મમતાની મુશ્કેલી વધારી છે.

ભાજપ મારા ધારાસભ્યોને ડરાવે છે: મમતા બેનરજી

મમતા બેનરજીએ આ પરિસ્થિતિ માટે ભાજપ અને પાર્ટીના અંદરના 'ગદ્દારો' ને જવાબદાર ગણાવ્યા છે. મમતાએ ફેસબુક લાઈવ દ્વારા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસનો ડર બતાવીને મારા ધારાસભ્યોને બેઠકમાં આવતા રોકવામાં આવ્યા છે. તેમને આર્મ્સ એક્ટમાં ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.