E20 સસ્તું કરો, શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપો: ઈથેનોલ વિવાદ વચ્ચે કેજરીવાલની 3 મોટી માંગણીઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kejriwal Demands Pure Petrol: E20 ફ્યુઅલને લઈને શુક્રવારે દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ટાઉનહોલ મીટિંગ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી અનેક નિષ્ણાતો, વાહન માલિકો અને આ નીતિથી પ્રભાવિત લોકો સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે, 6,00000 થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ટાઉનહોલમાં થયેલી ચર્ચાના આધારે અવિંદ કેજરીવાલે સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ મૂકી હતી.
પસંદગીનો વિકલ્પ: પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ. જે લોકો E20 ઇંધણ ઇચ્છે છે, તેઓ E20 ખરીદે અને જેમને શુદ્ધ પેટ્રોલ પસંદ છે, તેમની પાસે શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હોવો જોઈએ.
ઓછી કિંમત: E20 ઇંધણની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હોવી જોઈએ.
પેટ્રોલના ભાવમાં ઘટાડો: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો ઓછી હોવાના કારણે, પેટ્રોલની રિટેલ કિંમત 84 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવી જોઈએ.
એથેનોલ ફાયદાકારક નથી, તો પછી પ્રોત્સાહન કેમ?
કેજરીવાલે પૂછ્યું કે, જો ઈથેનોલ કોઈ પણ દ્રષ્ટિએ ફાયદાકારક નથી તો, તેને પ્રોત્સાહન કેમ આપવામાં આવી રહ્યું છે? તેનાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, માઇલેજ ઓછું મળે છે, અને વાહનો ખરાબ થઈ રહ્યા છે. કેજરીવાલે આક્ષેપ કર્યો કે, તપાસ કરતા ખબર પડી કે આ બધું અમેરિકાના દબાણમાં કરવામાં આવી રહ્યું છે.
સરકાર E25 અને E30 લાવવાની તૈયારીમાં
કેજરીવાલે ઉમેર્યું કે, હાલમાં સરકાર એવું કહી રહી છે કે, E25 અને E30 પર અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ આ બાબત શાંત થતાં જ સરકાર E25, E30 અને E40 લાગુ કરી દેશે. કોઈ યોગ્ય અભ્યાસ કર્યા વગર જ સરકારે આ ઇંધણ લોકો પર જબરદસ્તીથી લાદી દીધું છે.









