India

મહારાષ્ટ્રના CMનું નામ ફાઇનલ, હાઈકમાન્ડની મહોર બાકી: ભાજપ નેતાના નિવેદનથી વધ્યું સસ્પેન્સ

By GS Team
1 Dec 20243 mins read
This article was originally published on 1 Dec 2024
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદ અને કેબિનેટને લઈ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં એકતરફ મુખ્યમંત્રીના નામ અંગેનું સસ્પેન્સ યથાવત્ છે, તો બીજીતરફ ભાજપ દ્વારા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરી દીધી છે, પરંતુ શપથ કોણ લેશે, તે નામની જાહેરાત કરી નથી. જો તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રની જનતા જાણે છે કે, આગામી મુખ્યમંત્રી કોણ બનશે. આપણે માત્ર પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોવાની છે.’

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રના CMનું નામ ફાઇનલ, હાઈકમાન્ડની મહોર બાકી: ભાજપ નેતાના નિવેદનથી વધ્યું સસ્પેન્સ

Maharashtra News : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદ અને કેબિનેટને લઈ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં એકતરફ મુખ્યમંત્રીના નામ અંગેનું સસ્પેન્સ યથાવત્ છે, તો બીજીતરફ ભાજપ દ્વારા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ નક્કી કરી દીધી છે, પરંતુ શપથ કોણ લેશે, તે નામની જાહેરાત કરી નથી. જો તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રની જનતા જાણે છે કે, આગામી મુખ્યમંત્રી કોણ બનશે. આપણે માત્ર પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોવાની છે.’

કેબિનેટમાં કોને સમાવવા, તેનો નિર્ણય નવા CM કરશે : દાનવે

દાનવેએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અંગે પાર્ટીના નેતાઓ ઉપરાંત જનતા પણ જાણે છે કે, મુખ્યમંત્રી કોણ બનશે. અમે અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા તે વ્યક્તિના નામની પુષ્ટિ કરવાની રાહ જોઈ રહ્યા છીએ. હાઈકમાન્ડ જ્યારે તે નામ પર સત્તાવાર મહોર મારશે, ત્યારે તુરંત મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવાશે.’

કેબિનેટની રચના અંગે તેમણે કહ્યું કે, ‘કેબિનેટમાં કોને સામેલ કરવા તે મુખ્યમંત્રી નિર્ણય કરશે, તેમની પાસે વિશેષાધિકાર છે કે, રાજ્યની કેબિનેટમાં કોને સમાવવા.’

આ પણ વાંચો : ભત્રીજા યુગેન્દ્રએ કાકા અજિત પવારની વધારી મુશ્કેલી! EVMની તપાસ કરાવવા 9 લાખ ફી આપી

‘શિંદેનું આરોગ્ય કથડતા વહિવટી કામકાજમાં કોઈ અડચણ થઈ નથી’

રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની સતારા મુલાકાત અંગે પૂછવામાં આવતા, દાનવેએ કહ્યું કે, ‘જ્યારે કોઈ મુખ્યમંત્રી પોતાના વતનની મુલાકાત કરે, તો ગર્વ અનુભવાય છે.’ શિંદેની તબિયત અંગે દાનવેએ કહ્યું કે, ‘કાર્યકારી મુખ્યમંત્રીનું આરોગ્ય લથડવાના કારણે રાજ્યના વહિવટી કામકાજમાં કોઈ અડચણ થઈ નથી. જ્યારે યુપીએ સરકાર હતી, ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના હાર્ટ સંબંધીત ઓપરેશન કરાયું હતું, જોકે તે દરમિયાન વહિવટી કામકાજમાં કોઈ સમસ્યા ઉભી થઈ ન હતી.’

પાંચમી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હજુ સુધી મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત્ છે, ત્યારે ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુલેએ કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પાંચમી ડિસેમ્બરે સાંજે 5.00 કલાકે શપથગ્રહણ કરશે. આ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજવામાં આવશે.‘ તેમણે પોસ્ટ કરીને એમ પણ કહ્યું છે કે, ‘સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.’

આ પણ વાંચો : આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારનો મોટો નિર્ણય, ‘રાજ્યના વક્ફ બોર્ડને રદ કર્યો’

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામનું સસ્પેન્સ યથાવત્

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ યથાવત્ છે. હજુ સુધી ભાજપ કે મહાયુતિના અન્ય કોઈ પક્ષ દ્વારા નામની જાહેરાત થઈ નથી. પરંતુ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. ફડણવીસ અગાઉ બે વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા. શિંદેએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપના હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનો તેઓ સ્વિકાર કરશે.