Get The App

અજિત પવારે રાજકારણ શરુ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ, જે હંમેશા સત્તામાં રહ્યા હતા

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
અજિત પવારે રાજકારણ શરુ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ, જે હંમેશા સત્તામાં રહ્યા હતા 1 - image


Ajit Pawar Died News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને કદાવર નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. માહિતી મુજબ, તેમનું વિમાન બારામતીમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માતમાં અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સ્થાનિક મેડિકલ કૉલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહોતા. રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે, જેમાં અજિત પવારના પીએસઓ અને બે ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.

રાજકીય ગઢ બારામતીમાં જ અંતિમ શ્વાસ 

ખાસ વાત એ છે કે આ દુર્ઘટના તેમના જ મતવિસ્તાર બારામતીમાં થઈ હતી, જ્યાંથી તેઓ સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આ જ બેઠક પર પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવારને હરાવીને ભવ્ય જીત મેળવી હતી. 22 જુલાઈ 1959ના રોજ જન્મેલા અજિત પવારને રાજકારણ વારસામાં મળ્યું હતું અને માત્ર 23 વર્ષની વયે તેઓ સહકારી સુગર ફેક્ટરીના બોર્ડમાં જોડાઈને સક્રિય થયા હતા.

અજિત પવારની રૅકોર્ડબ્રેક કારકિર્દી 

મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર એવા નેતા તરીકે ઓળખાતા જેમને ક્યારેય સત્તાથી દૂર કરી શકાયા નથી. તેઓ 1991માં બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 1995થી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે બિરાજ્યા હતા, જે એક રૅકોર્ડ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે સિંચાઈ, ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન જેવા મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. મહારાષ્ટ્રના રાજકારણનો એક અત્યંત પ્રભાવશાળી અધ્યાય આજે આ રીતે અકાળે સમાપ્ત થયો છે.

શરદ પવારના રાજકીય વારસદાર તરીકે ઉભર્યા હતા 

પોતાની સખત મહેનત અને સમર્પણ દ્વારા અજિત પવારે મહારાષ્ટ્રમાં શરદ પવારના રાજકીય વારસદાર તરીકે પોતાને સ્થાપિત કર્યા. તેમણે 1995માં પૂણે જિલ્લાના બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ ધારાસભ્ય બન્યા, મહારાષ્ટ્રના રાજકારણ પર પોતાની પકડ મજબૂત કરી. ત્યારથી તેઓ 1995, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024માં સતત ટર્મ જીતીને આ મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમણે માત્ર પોતાની રાજકીય કારકિર્દીમાં જ નહીં, પણ મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાનો પ્રભાવ પણ સ્થાપિત કર્યો છે.