India

નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
67 વર્ષીય અશોક ખરાત મર્ચન્ટ નેવીનો નિવૃત્ત અધિકારી છે, જેના કારણે તે પોતાના નામની આગળ 'કેપ્ટન' લગાવે છે. તેણે નાસિકના સિન્નર તાલુકાના મિરગાંવમાં 'શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટ' (શ્રી શિવનિકા સંસ્થાન) બનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં

Photo X



Captain Ashok Kharat Arrest : મહારાષ્ટ્રમાં હાલમાં એક હાઈ-પ્રોફાઇલ રેપ કેસને કારણે રાજકારણ ગરમાયું છે. પોતે જ્યોતિષ અને પરમાત્મા હોવાનો દાવો કરનાર 'કેપ્ટન અશોક ખરાત'ની 27 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં નાગપુર પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકર અને આરોપી બાબા વચ્ચેના કથિત સંબંધોને લઈને વિપક્ષે મોરચો ખોલ્યો છે.

કોણ છે કેપ્ટન અશોક ખરાત?

67 વર્ષીય અશોક ખરાત મર્ચન્ટ નેવીનો નિવૃત્ત અધિકારી છે, જેના કારણે તે પોતાના નામની આગળ 'કેપ્ટન' લગાવે છે. તેણે નાસિકના સિન્નર તાલુકાના મિરગાંવમાં 'શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટ' (શ્રી શિવનિકા સંસ્થાન) બનાવ્યું છે. ખરાત કોસ્મોલોજી અને ન્યુમેરોલોજી એક્સપર્ટ હોવાનો દાવો કરતો હતો. મહારાષ્ટ્રના મોટા રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ તેના અનુયાયીઓ છે. મોટા કદના નેતાઓ અને અભિનેત્રીઓ જાહેરમાં તેના પગ પૂજવાની (પાદ્ય પૂજા) વિધિ કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

58 સનસનાટીભર્યા વીડિયો અને ગંભીર આરોપો

નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, અશોક ખરાત સામે એક મહિલાએ બે વર્ષ સુધી ડરાવી-ધમકાવીને યૌન શોષણ કરવાનો અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને એક પેનડ્રાઈવ મળી છે. જેમાં 58 જેટલા વાંધાજનક વીડિયો છે. આ વીડિયોમાં કેટલીક જાણીતી મહિલાઓ અને સેલિબ્રિટીઓ હોવાનું પણ બહાર આવ્યું છે. કોર્ટે આરોપી બાબાને 24 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો : હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

રૂપાલી ચાકણકર વિવાદના ઘેરામાં

આ સમગ્ર વિવાદમાં રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક તસવીરમાં ચાકણકર આરોપી અશોક ખરાત માટે છત્રી પકડીને ઉભા છે. અન્ય એક તસવીરમાં તેઓ બાબાની પાદ્ય પૂજા કરતા જોવા મળે છે. વિપક્ષનો આરોપ છે કે રૂપાલી ચાકણકર આ શિવનિકા સંસ્થાનના ટ્રસ્ટી પણ છે.

વિપક્ષ દ્વારા રાજીનામાની ઉગ્ર માંગ

કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ રૂપાલી ચાકણકર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ અને વિજય વડેટ્ટીવારે માંગ કરી છે કે, આરોપી સાથે કનેક્શન હોવાથી ચાકણકરે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. સુષ્મા અંધારેએ આરોપ લગાવ્યો કે ચાકણકરે પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને અગાઉ પણ આવા આરોપો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. NCP (SP) પ્રવક્તા સુનીલ માંગેએ પણ ચાકણકરને મહિલા આયોગના પદ પરથી હટાવવાની માંગણી કરી છે. અત્યારે આ મામલે મહારાષ્ટ્રમાં મોટું રાજકીય યુદ્ધ છેડાયું છે અને પોલીસની વધુ તપાસમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.