India

હોબાળા સાથે ચોમાસું સત્રની શરૂઆત, રાજ્યસભા-લોકસભા દિવસભર માટે સ્થગિત, વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ગતિરોધ

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ભારે હોબાળો થયો. વિરોધ પક્ષના સાંસદોએ રામ મંદિર નિર્માણમાં દાન ચોરી અને પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. ત્યારબાદ પણ ગતિરોધ ચાલુ રહેતા દિવસભર કાર્યવાહી ખોરવાઈ. મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીક અને વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

હોબાળા સાથે ચોમાસું સત્રની શરૂઆત, રાજ્યસભા-લોકસભા દિવસભર માટે સ્થગિત, વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ગતિરોધ

Parliament Monsoon Session Day 1 Lok Sabha Rajya Sabha Adjourned : સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળા અને હંગામાના દ્રશ્યો સર્જાયા છે. રાષ્ટ્રગાન સાથે શરૂ થયેલા સત્રના પ્રથમ કલાકમાં જ રામ મંદિર નિર્માણમાં દાન ચોરી અને પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના તખ્તીઓ સાથેના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ પણ ગતિરોધનો ઉકેલ ન આવતા 5-6 વખત સતત બંને ગૃહોની કાર્યવાહી ખોરવાતી રહી અને છેવટે આખા દિવસ માટે કાર્યવાહી ઠપ કરી દેવામાં આવી હતી.

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનો પેપર લીક અંગે પ્રહાર

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ તીખો પ્રહાર કરતાં કહ્યું કે, "દાન ચોરીના સમર્થકો સામે જ બેઠા છે. આજે દેશના હજારો બાળકો પેપર લીકના મુદ્દે જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે." ભારે ઘોંઘાટ અને વિરોધને પગલે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

લોકસભામાં રામ મંદિર દાન ચોરીનો મુદ્દો ગૂંજ્યો

પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષી સાંસદો અયોધ્યા રામ મંદિરમાં કથિત 'દાન ચોરી'ના મુદ્દાને લઈને આક્રમક બન્યા હતા. વિપક્ષના સભ્યો હાથમાં બેનરો અને તખ્તીઓ લઈને ગૃહના વેલ (Well) માં ધસી આવ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સત્રની શરૂઆત અને શ્રદ્ધાંજલિ

સંસદના મોનસૂન સત્રની વિધિવત શરૂઆત લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં રાષ્ટ્રગાન સાથે થઈ હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના પૂર્વ સભ્યોના નિધનની સત્તાવાર જાણકારી આપી હતી અને દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી.