India

મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ !

By GS TEAM
25 Apr 20262 mins read
મહિને 12 હજારના પગારે લંગૂરની ભરતી, વાંદરા ભગાડવાનું કામ !

- અલીગઢની એક કોલેજનો નિર્ણય ચર્ચામાં 

- 12 હજાર લંગૂરના માલિક લવને અપાય છે, કેમ્પસમાં હવે વિદ્યાર્થીઓને વાંદરાનો ડર નથી લાગતો 

અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢ સ્થિત ડીએસ ડિગ્રી કોલેજમાં વાંદરાઓનો ત્રાસ વધી જતા હવે તેને ભગાવવા માટે ગોલુ નામના લંગૂરને ભાડા પર રાખવામાં આવ્યો છે. આ લંગૂર કેમ્પસમાં લટાર મારીને તમામ વાંદરાઓને ભગાડી મુકે છે જેને કારણે વિદ્યાર્થીઓમાં ડર નથી રહેતો. 

ગોલૂને લવ નામની વ્યક્તિએ ઉછેરીને મોટો કર્યો છે અને તેને પાળ્યો છે, જેને પગલે કોલેજ પ્રશાસન ગોલૂને કેમ્પસમાં ભાડે રાખવા માટેના લવને મહિને ૧૨૦૦૦ રૂપિયા આપે છે. કોલેજના આચાર્યનો દાવો છે કે આ નિર્ણયને પગલે કેમ્પસના માહોલ પર સકારાત્મક અસર થઇ છે, વિદ્યાર્થીઓ કોઇ પણ ડર વગર જ કેમ્પસમાં હરી ફરી શકે છે. 

સંભલના નિવાસી લવ ઘણા વર્ષોથી ગોલૂને પાળી રહ્યા છે, તેને દરરોજ ઘરનું ભોજન કે ફળો ખવડાવે છે. કોલેજ પ્રશાસને કહ્યું હતું કે કોલેજના કેમ્પસમાં વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે, ગમે ત્યારે વિદ્યાર્થીઓ પર હુમલો કરી દે છે અને તેમના કપડા અને પુસ્તકો ફાડી નાખે છે. ગોલૂ હવે કેમ્પસમાં માત્ર એક રક્ષક જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનો મિત્ર બની ગયો છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અગાઉ કેમ્પસમાં ભોજન લઇને આવવું મુશ્કેલ હતું પરંતુ હવે માહોલ બદલાઇ ગયો છે. હવે અમે સુરક્ષીત મહેસુસ કરીેએ છીએ અને ટિફિન કે લન્ચ બોક્સ પણ લાવીએ છીએ.