Get The App

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો 1 - image

Kerala Assembly Elections 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ ખોટો વીડિયો વાયરલ થવા મામલે મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે કેરળ પોલીસે અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની X અને તેના એક હેન્ડર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. FIRના આરોપ મુજબ, પીએમ મોદી અને ચૂંટણી પંચનો ખોટી રીતે AI જનરેટેડ વીડિયો બનાવી પ્રસાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરનારા અને માનહાનિકારક રીતે દેખાડાયા છે.

AI જનરેટેડ વીડિયો મામલે પોલીસે શું કહ્યું?

પોલીસે સત્તાવાર કહ્યું છે કે, ચૂંટણી પંચ સહિત અન્ય સત્તાવાર માધ્યમો દ્વારા કથિત માનહાનિકારક કન્ટેન્ટ વાયરલ કરાયો હોવાની પોલીસને માહિતી મળી છે. બુધવારે મોડી રાત્રે તિરુવનંતપુરમ શહેરના સાયબર ક્રાઇમ પોલીસમાં એક કેસ નોંધાવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ કન્ટેન્ટથી પ્રજાને ગેરમાર્ગે દોરાઈ શકે છે અને બંધારણયી સંસ્થાઓને નબળી પાડી શકે છે, તેમજ આવા ખોટા વીડિયોના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પર ગંભીર અસર પડી શકે છે. વીડિયો વાયરલ કરનારને પકડી પાડવા અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

આ પણ વાંચો : તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા

FIRમાં X સહિત અનેક સામે ફરિયાદ

FIRમાં X હેન્ડલ લક્ષ્મી એન. રાજુ, X કોર્પોરેશન સહિત અન્ય લોકોના નામ સામેલ છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણીજોઈને અપમાન કરવું), 336 (છેતરપિંડી), 353 (ઉશ્કેરણીજનક નિવેદનો) સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે, કથિત વીડિયો એક મિનિટ અને 17 સેકન્ડનો છે અને અશાંતિ ફેલાવવાના ઇરાદાથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓનો આદેશ છતાં આ કન્ટેન્ટ હટાવી દેવામાં આવે, પરંતુ તે પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યું. આ મામલે નોટિસ ફટકારાઈ છે અને ગેરકાયદે કન્ટેન્ટ તુરંત હટાવવાની માંગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 9મી એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ચોથી મેએ પરિણામ જાહેર થવાનું છે.

આ પણ વાંચો : સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ