વિકસિત ભારત માટે યુવાનોને નશાથી દૂર રાખવા જરૂરી : મોદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોમાં વધી રહેલા નશાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી, નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન લોન્ચ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે તમામ લોકોએ નશાથી દૂર રહેવા અને યુવાનોને નશાથી દૂર રાખવા માટે સંકલ્પ લેવાનો છે.
નશા મુક્ત અભિયાનનો આ કાર્યક્રમ દેશભરમાં ૨૮,૦૦૦થી વધુ જગ્યાએ શરૂ કરાયો હતો. જેમાં વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ સામેલ રહ્યા હતા. સાથે જ ૧૨૫થી વધુ આધ્યાત્મિક સંગઠનો, સ્કૂલો, કોલેજો, વિવિધ સંસ્થાઓ વગેરે પણ જોડાયા હતા. કાર્યક્રમને શરૂ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ડ્રગ્સ જેવી ઘાતક ટેવોથી દૂર રહેવું જોઇએ. કાશીથી આ અભિયાન શરૂ થયું જેમાં વિજ્ઞાાનની સાથે અધ્યાત્મ પણ જોડાયેલ છે.
મોદીએ વધુમાં કહ્યું કે જો વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો દેશના લોકોનું સ્વાસ્થ્ય પણ સારુ રાખવું જરૂરી છે. વીડિયો કોન્ફરંસથી કેમ્પેઇનની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે નશા મૂક્તિ અભિયાન માત્ર કોઇ વ્યક્તિ કે પરિવાર પુરતુ સિમિત નથી પરંતુ આ અભિયાન તો દેશ સાથે જોડાયેલું છે. પાકિસ્તાનથી ડ્રગ્સ તસ્કરી વધી રહી છે જેને ધ્યાનમાં રાખીને મોદીએ કહ્યું હતું કે દુશ્મન દેશો ડ્રગ્સ તસ્કરી કરીને ભારતની યુવા તાકાતને નબળી પાડવા પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોમાં નશાખોરી અંગે વિચારો વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે યુવાનોમાં નશો એક માતાના સ્વપ્નને કચડી નાખે છે.









