India

કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું ભારે પડ્યું, CJP અને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
ભાજપ સાંસદ કંગના રનૌતે CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવતીઓ અને Gen-Zને 'ગટર છાપ' અને 'ભ્રષ્ટ' ગણાવતા વિવાદ સર્જાયો છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પર કોંગ્રેસ અને CJPએ આકરો વાંધો ઉઠાવ્યો છે. CJPએ કંગનાની ભાષાને મર્યાદામાં રાખવા જણાવ્યું છે, જ્યારે કોંગ્રેસે તેમને 'ગટરમાંથી નીકળેલા' કહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું ભારે પડ્યું, CJP અને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

Kangana Ranaut Gen Z Controversy : ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે CJP પ્રોટેસ્ટમાં સામેલ યુવતીઓ અને Gen-Zને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર યુવતીઓને 'ગટર છાપ' અને ભ્રષ્ટ જેવા શબ્દો કહ્યા હતા. આ નિવેદન સામે કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી (CJP) એ આકરો વાંધો ઉઠાવ્યો છે.

કંગના ભાન ભૂલી : આંદોલનમાં સામેલ યુવતીઓ અંગે કરી ગંભીર ટિપ્પણી

કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં CJP પ્રોટેસ્ટમાં સામેલ યુવતીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'તે યુવાન હિન્દુ મહિલાઓ માટે શરમની વાત છે જે આઝાદ કરિયરવાળી મહિલાઓની નકલ કરે છે. કેટલીક મહિલાઓ માતાપિતાના પૈસા પર પલે છે, ડ્રગ્સ-દારૂ લે છે અને અનેક પુરુષો સાથે સંબંધ રાખે છે.' કંગનાએ તેમને 'ગટર છાપ', બદસૂરત અને ભ્રષ્ટ કહીને ઉમેર્યું હતું કે, 'આ યુવતીઓ સારી હાઉસવાઈફ પણ બની શકતી નથી.'

તમારી પક્ષના લોકો પણ તમને ગંભીરતાથી નથી લેતા : CJPના કંગના પર પ્રહાર

કંગનાના આ નિવેદન પર CJPના પ્રવક્તા સૌરવ દાસે (Saurav Das) પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કંગનાને તેમની પાર્ટીના લોકો જ ગંભીરતાથી નથી લેતા તો અમે કેમ લઈએ? નેતાઓએ પોતાની ભાષા મર્યાદામાં રાખવી જોઈએ. તમારા કરતા અનેક ઘણા વધુ કામ Gen-Zએ આ દેશ માટે કર્યા છે અને લોકશાહીમાં ભરોસો પાછો જગાવ્યો છે.'

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીનો કંગનાને જડબાતોડ જવાબ

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરી (Renuka Chowdhury)એ કંગના પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેમને હાઉસવાઇફ બનવાનું સર્ટિફિકેટ કોણે આપ્યું? જે ગટરમાંથી નીકળ્યા હોય તે જ ઓળખી શકે કે ગટરમાંથી કોણ આવ્યું છે. એક મહિલા થઈને આવી વાતો લખવી શરમજનક છે. જો સંસદમાં આવીને તમે આવી વાતો કરો છો, તો લોકો પણ તમારી પાસેથી જ શીખી રહ્યા છે. આના પરિણામો ભોગવવા પડશે.'

CJPએ તમામ FIR પાછી ખેંચવાની કરી માગ

આંદોલનકારીઓ મુદ્દે સૌરવ દાસે ઉમેર્યું કે, 'ગ્રાઉન્ડ પર રહેલા પ્રદર્શનકારીઓ સામેની તમામ FIR રદ થવી જોઈએ અને અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવા જોઈએ. સોમવારે રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હતી. આસામ અને બિહારે નોટિફિકેશન બહાર પાડ્યું છે, પરંતુ અમે સરકાર તરફથી લેખિત બાંહેધરીની રાહ જોઈ રહ્યા છીએ.'