India

સંસદમાં UPA શાસનના પેપર લીકનું લિસ્ટ લાવ્યા જિતેન્દ્ર સિંહ! કહ્યું- ‘બધા ગણાવવા જઈશ તો ચર્ચા જ નહીં થઈ શકે’

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
પરીક્ષામાં થતી ગેરરીતિ અને પેપર લીક રોકવા લોકસભામાં 'પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) સુધારા બિલ-2026' રજૂ કરાયું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ સુધારો કાયદાને વધુ કડક બનાવી પરીક્ષાઓની વિશ્વસનીયતા પાછી લાવવા માટે છે. તેમણે UPA શાસનમાં થયેલા પેપર લીક યાદ કરાવ્યા અને NTAની રચના માટે મોદી સરકારની પ્રશંસા કરી. નવા બિલમાં દોષિતોને 5-10 વર્ષની સજા અને 50 લાખ સુધીનો દંડ પ્રસ્તાવિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદમાં UPA શાસનના પેપર લીકનું લિસ્ટ લાવ્યા જિતેન્દ્ર સિંહ! કહ્યું- ‘બધા ગણાવવા જઈશ તો ચર્ચા જ નહીં થઈ શકે’

Jitendra Singh On Paper Leak Bill 2026 : દેશમાં પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીક અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) સુધારા બિલ-2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ અંગેની ચર્ચાની શરૂઆત કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ સુધારો કાયદાને વધુ કડક બનાવવા અને પરીક્ષાઓની વિશ્વસનીયતા પાછી લાવવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈને પણ રમત કરવા દેવામાં આવશે નહીં.

UPA શાસનમાં થયેલા પેપર લીક યાદ કરાવ્યા

ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રીએ UPA સરકારના સમયમાં થયેલા વિવિધ પેપર લીકના કિસ્સાઓ સંસદમાં ગણાવ્યા હતા. તેમણે 2009ની રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અને વેસ્ટ બંગાળ જોઈન્ટ એન્ટ્રન્સ, 2010ની B.Ed એન્ટ્રન્સ (ઉત્તર પ્રદેશ), 2011ની AIEEE, 2012ની AIIMS અને તામિલનાડુ PSC તથા 2013ની મહારાષ્ટ્ર સેકન્ડરી સર્ટિફિકેટ પરીક્ષાના પેપર લીકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જો હું UPA સમયના તમામ પેપર લીકની યાદી બનાવવા બેસીશ તો બિલ પર ચર્ચા જ નહીં કરી શકું.'

‘NTAની રચના માટે મોદી સરકારના વખાણ થવા જોઈએ’

જિતેન્દ્ર સિંહે ઉમેર્યું કે, દેશમાં 1992 અને 2010માં કોમન નેશનલ ટેસ્ટિંગ એજન્સી બનાવવાની ભલામણો કરવામાં આવી હતી, પરંતુ તેને સતત ટાળવામાં આવી હતી. મોદી સરકારે વર્ષ 2017માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ની રચના કરીને આ અટકેલું કામ પૂરું કર્યું છે. UPSC, SSC, RRB અને IBPS સિવાય NTA ઉચ્ચ શિક્ષણ માટે મહત્ત્વની એજન્સી છે, તેથી આ નિર્ણય બદલ વડાપ્રધાનની પ્રશંસા થવી જોઈએ.

નવા સુધારામાં સજા અને દંડમાં મોટો વધારો

નવા સુધારા વિધેયકમાં ગેરરીતિ કરનારાઓ સામે અત્યંત કડક પગલાં લેવાની જોગવાઈ છે. સામાન્ય ગેરરીતિમાં દોષિતો માટે સજા 3-5 વર્ષથી વધારીને 5-10 વર્ષ અને દંડ 10 લાખથી વધારીને 50 લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. પરીક્ષા એજન્સી કે સર્વિસ પ્રોવાઇડર માટે દંડ 1 કરોડથી વધારીને 5 કરોડ રૂપિયા કરાયો છે, તેમજ તેમના પર પરીક્ષા યોજવાનો પ્રતિબંધ 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરાયો છે. સંગઠિત ગુનાખોરી કે માફિયાઓ માટે સજા વધીને 7-10 વર્ષ અને દંડ 1 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા સુધી પ્રસ્તાવિત છે.

2 મહિનામાં તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ

પરીક્ષાઓમાં થતી ગેરરીતિના કેસોમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત, આવા કોઈ પણ કિસ્સાની તપાસ 2 મહિનાના સમયગાળામાં જ પૂર્ણ કરવાનો કાનૂની આદેશ પણ આ સુધારામાં સામેલ કરાયો છે.