India

જંતર મંતર પર હુમલો અને સુવેન્દુની હત્યાનુ કાવતરું : યુગલની ધરપકડ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
કોલકાતામાં પશ્ચિમ બંગાળ STFએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકી હમિમ મોન્ડલને વર્ધમાનમાંથી ઝડપ્યો. તે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહી ભારત વિરોધી ષડયંત્ર રચી રહ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની ઝારખંડથી ધરપકડ થઈ, જે CM સુવેંદુ અધિકારીને હનીટ્રેપમાં ફસાવી હત્યાનું કાવતરું ઘડી રહી હતી. આ કપલ મંત્રીના પુત્રનું અપહરણ કરી મોટી રકમ પડાવવાનું પણ આયોજન કરી રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર મંતર પર હુમલો અને સુવેન્દુની હત્યાનુ કાવતરું : યુગલની ધરપકડ

કોલકાતા : પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા વર્ધમાન જિલ્લામાંથી બે દિવસ પહેલા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. જેની તપાસમાં સામે આવ્યું છે કે આતંકી સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા અનેક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો અને કોઇ મોટું ભારત વિરોધી કાવતરું ઘડી રહ્યો હતો.
હમિમ મોન્ડલ નામના આ આતંકી સામે દાખલ થયેલી એફઆઇઆરમાં છ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ નંબર દર્શાવવામાં આવ્યા છે જેમાં એક નંબર પ્લસ૯૨થી શરૂ થાય જે પાકિસ્તાનનો કોડ છે. આ નંબર રાણા ઓપરેટ કરી રહ્યો હતો, બીજો નંબર પણ પાકિસ્તાની કોડથી શરૂ થાય છે અને તેને સી૯યુઝહૈર ઓપરેટ કરતો હતો. આ ઉપરાંત એક અમેરિકન નંબર અબીદ જુટ દ્વારા ઓપરેટ થઇ રહ્યો હતો. આ ઉપરાંત હામીદના નામે અમેરિકા, બ્રિટન અને મેક્સિકોના નંબર પણ ઓપરેટ થઇ રહ્યા હતા. પોલીસનો દાવો છે કે જંતર મંતર પર યુવાનોના વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડીને હિંસા ફેલાવવાનું પણ આ આતંકીઓનું આયોજન હતું. ઝડપાયેલા આતંકી મોન્ડલની એક ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની ઝારખંડમાંથી ધરપકડ કરાઇ છે. કપલ મળીને રાજ્યના મંત્રી ઉમેશ રાઇના પુત્રનું અપહરણ કરીને મોટી રકમ વસુલવાની ફિરાકમાં હતા. જ્યારે અર્પિતા સરકારને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીને હની ટ્રેપમાં ફસાવવાનું અને હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેવો દાવો પોલીસે કર્યો છે. મોન્ડલ અને અર્પિતા સરકાર બન્ને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને મળ્યા હતા અને ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. આતંકવાદી હોવાની શંકાના આધારે ઝડપાયેલી અર્પિતા સરકાર ઇન્સ્ટાગ્રામ પર ઘણી પ્રખ્યાત છે. તે દિવસે સોશિયલ મીડિયા પર રીલ્સ પોસ્ટ કરતી હતી જ્યારે રાત્રે હનીટ્રેપમાં લોકોને ફસાવવા પ્રયાસ કરતી હતી.