અમેરિકા-ઈરાન વચ્ચે સીઝ-ફાયર જેવું રહ્યું નથી : અમેરિકાએ બંદર અબ્બાસ પર હુમલો કર્યો, ઈરાને કુવૈત સ્થિત યુએસના બેઝ પર હુમલો કર્યો
આ હુમલામાં અમેરિકી સેનાએ ઈરાનના ડ્રોન્સ તોડી પાડયા હતા અને બોંબ વર્ષા કરી હતી.
ઈરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સે (આઈઆરજીસીએ) અમેરિકી મીલીટરી બેઝ ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં સેન્ટ્રલ કમાન્ડે તેમ પણ કહ્યું હતું કે, અમે ઈરાનના ડ્રોન વિમાન તોડી પાડયા છે.
આ હુમલાથી ધૂંધવાયેલા ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તે સીઝ ફાયરનું ઉલ્લંઘન ન કરે. જો આ રીતે હુમલા થતા રહેશે તો ઈરાન મૌન નહીં રહે. અમારા હુમલા પહેલા કરતાં પણ વધુ ઘાતક બની રહેશે અને તેથી જે હુમલા થશે તેને માટે અમેરિકા જ જવાબદાર રહેશે. આ રીતે દગાથી ફરીવાર હુમલા થશે તો ઈરાન તેનો મુંહ-તોડ જવાબ આપશે.
નિરીક્ષકો કહે છે કે, આથી શાંતિ મંત્રણા પર ગ્રહણ લાગશે. યુધ્ધ બંધ થવાની શક્યતા દેખાતી નથી.


