India

ઈન્ડિગોમાં મોટો ફેરફાર : 4500 ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ CEO પીટર એલ્બર્સનું રાજીનામું

By GS TEAM
10 Mar 20261 min read
TukuTouch Logo
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન) ના CEO પીટર એલ્બર્સે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એરલાઇનમાં સર્જાયેલી ઓપરેશનલ ખામીઓના ત્રણ મહિના બાદ આ નિર્ણય સામે આવ્યો છે. કંપનીએ જાહેર કરેલી યાદી મુજબ, જ્યાં સુધી નવા લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ડિગોમાં મોટો ફેરફાર : 4500 ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ CEO પીટર એલ્બર્સનું રાજીનામું

Aviation News : ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (ઇન્ટરગ્લોબ એવિએશન) ના CEO પીટર એલ્બર્સે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એરલાઇનમાં સર્જાયેલી ઓપરેશનલ ખામીઓના ત્રણ મહિના બાદ આ નિર્ણય સામે આવ્યો છે. કંપનીએ જાહેર કરેલી યાદી મુજબ, જ્યાં સુધી નવા લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે.

4,500 ફ્લાઇટ્સ કેન્સલ થતા સર્જાયો હતો વિવાદ

ડિસેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં ઇન્ડિગોએ આશરે 4,500 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. પાયલટ્સ માટેના સરકારના કડક નિયમોનું પાલન કરવા માટે સમયસર રોસ્ટરમાં ફેરફાર ન કરી શકવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી, જેના માટે એરલાઇને ગ્રાહકોની માફી પણ માંગવી પડી હતી. રાહુલ ભાટિયા હવે કંપનીના કલ્ચર અને ઓપરેશનલ એક્સલન્સને મજબૂત કરવા માટે પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો : હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ

કંપનીના શેરમાં ઉછાળો

પીટર એલ્બર્સના રાજીનામા છતાં મંગળવારે ઈન્ડિગોના શેરમાં તેજી જોવા મળી હતી. BSE પર કંપનીનો શેર 3.46% (રૂ.146.45)ના ઉછાળા સાથે રૂ. 4,382.45 પર બંધ થયો હતો. શેરબજારના જાણકારોના મતે, આ તેજી પાછળ કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પના યુદ્ધ વહેલું ખતમ કરવાના નિવેદન જેવા વૈશ્વિક કારણો જવાબદાર છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ