India

ભારતની સક્સેસ બેલેન્સ ડિપ્લોમસી; રશિયા-અમેરિકા પાસેથી મેળવ્યો બમ્પર લાભ, હવે ટ્રમ્પ રહેશે ચૂપ!

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતે વૈશ્વિક રાજકારણમાં કુશળતા દર્શાવી રશિયા પાસેથી જુલાઈમાં 28 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું, જે કુલ આયાતના 55.5% છે. બીજી તરફ, અમેરિકા ભારતને 73% LPG સપ્લાય કરી સૌથી મોટો ભાગીદાર બન્યું. અમેરિકા પોતાના વ્યાપારી હિતોને કારણે ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી પર મૌન રહ્યું. ભારતે ખાડી દેશોમાંથી પણ ખરીદી ચાલુ રાખી, જે તેની સ્માર્ટ કૂટનીતિ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની સક્સેસ બેલેન્સ ડિપ્લોમસી; રશિયા-અમેરિકા પાસેથી મેળવ્યો બમ્પર લાભ, હવે ટ્રમ્પ રહેશે ચૂપ!

India Russia Crude Oil : વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે ભારતે પોતાની અદભુત બેલેન્સ ડિપ્લોમસીનો પરિચય આપ્યો છે. ભારતે વિશ્વની બે વિરોધી મહાસત્તાઓ, રશિયા અને અમેરિકા, બંને પાસેથી મોટો વ્યાપારી લાભ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે.

રશિયા પાસેથી કાચા તેલની રેકોર્ડબ્રેક ખરીદી

શિપ-ટ્રેકિંગ ડેટા સંસ્થા કેપ્લરના રિપોર્ટ મુજબ, જુલાઈ મહિનામાં રશિયા પાસેથી ભારતે દરરોજ 28 લાખ બેરલ કાચા તેલની રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. આ સાથે ભારતના કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં એકલા રશિયાનો હિસ્સો વધીને 55.5%થી વધુ થઈ ગયો છે. પશ્ચિમી દેશોના તમામ પ્રતિબંધોને દરકિનાર કરીને ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી પોતાની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો પહોંચાડ્યો છે.

અમેરિકાથી LPG આયાતમાં મજબૂત હિસ્સેદારી

બીજી તરફ, રસોઈ ગેસ (LPG)ના મામલે અમેરિકા ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બનીને ઊભર્યો છે. જુલાઈમાં ભારતે આયાત (US LPG Import) કરેલા કુલ 12 લાખ ટન એલપીજીમાંથી 9 લાખ ટન (લગભગ 73%) જથ્થો માત્ર અમેરિકાથી આવ્યો છે.

અમેરિકાના મૌન પાછળનું વ્યાપારી ગણિત

અમેરિકા સામાન્ય રીતે રશિયા સાથે વેપાર કરતા દેશો પર આકરા પ્રતિબંધો કે ટીકાઓ કરતું હોય છે, પરંતુ આ વખતે અમેરિકાએ મૌન ધારણ કરવું પડે તેમ છે. તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકાનો ભારત સાથેનો બહોળો વ્યાપારી સ્વાર્થ છે. ભારત એલપીજીનું એક વિશાળ બજાર હોવાથી અને ત્યાં અમેરિકાનો 73% કબ્જો હોવાથી, જો અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતનો વિરોધ કરે તો તેનો પોતાનો કરોડો ડોલરનો એલપીજી વેપાર જોખમમાં મુકાઈ શકે છે. આ આર્થિક હિતો અને ભારતના વિશાળ માર્કેટને કારણે અમેરિકા માટે મૌન રહેવું જ શ્રેષ્ઠ કૂટનીતિક રણનીતિ બની ગઈ છે.

ખાડી દેશોમાંથી સપ્લાય અને રશિયાની ભરોસાપાત્ર ભૂમિકા

રશિયા અને અમેરિકા ઉપરાંત ભારતે ખાડી દેશોમાંથી પણ ખરીદી ચાલુ રાખી છે. જુલાઈમાં સાઉદી અરેબિયાથી આયાત વધીને 4.2 લાખ બેરલ પ્રતિદિન અને ઇરાકથી લગભગ બમણી થઈને 1.3 લાખ બેરલ સુધી પહોંચી છે. હોર્મુઝ અને બાબ અલ-મંડેબ જળડમરૂમધ્યમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે રશિયા ભારત માટે સૌથી ભરોસાપાત્ર સંકટમોચક સપ્લાયર સાબિત થયું છે.

વૈશ્વિક મંચ પર ભારતનું સ્માર્ટ વ્યૂહરચનાત્મક વલણ

આમ, ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ એક દેશ પર નિર્ભર રહેવાને બદલે રશિયા અને અમેરિકા બંને સાથે સંતુલિત અને સફળ આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવીને પોતાની સ્માર્ટ કૂટનીતિનો શ્રેષ્ઠ દાખલો રજૂ કરી રહ્યું છે.