India

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ

By GS Team
20 May 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ
(IMAGE - IANS)

Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્ત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરુદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરા રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો(બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: 'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.