Get The App

રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
US on Russian Oil


(IMAGE - IANS)

US on Russian Oil: અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન 'પેક્સ સિલિકા'(Pax Silica)માં ભારત 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. આ ઐતિહાસિક ક્ષણે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. તેમણે ભારત-અમેરિકાના સંબંધોને નવા સ્તરે લઈ જવાની વાત કરતા કહ્યું કે, આ સમજૂતી માત્ર ટૅરિફ કે વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ બે લોકશાહી દેશો વચ્ચે વિકાસ માટેની મજબૂત પ્રતિબદ્ધતા છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ભારતની મુલાકાતે આવશે.

રશિયન ઓઇલ અને વેનેઝુએલા સાથે વાતચીત

તેલની ખરીદી મુદ્દે સર્જિયો ગોરે દાવો કર્યો હતો કે, ભારત હવે તેલની ખરીદીમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે વેનેઝુએલા સાથે વાતચીત કરી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે, તેથી તે રશિયા પાસેથી ઓઇલની ખરીદી અટકે તેવો આગ્રહ રાખે છે. સર્જિયોના મતે, ભારત હવે તેલના અન્ય વિકલ્પો શોધી રહ્યું છે અને આ મુદ્દે બંને દેશો વચ્ચે સમજૂતી પણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી

ટ્રમ્પનો દાવો અને રશિયાનો જવાબ

તાજેતરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયું છે. જોકે, ભારત તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બીજી તરફ, રશિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી તરફથી તેમને આવી કોઈ જાણકારી મળી નથી. ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે તે પોતાના નાગરિકોના હિતમાં સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે, જોકે તે વેનેઝુએલાથી તેલની આયાત વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે.

રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન 2 - image