India

ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન

By GS TEAM
23 Dec 202512 mins read
ભારત ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ અને વિઝાના નિર્ણયોથી પરેશાન

- અમદાવાદ પ્લેન ક્રેશનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું : બોઇંગનું દબાણ હશે તેવી નાગરિકોને આશંકા 

- ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે અને અમેરિકાને પેટમાં દુઃખે છે: ભારત પ્રત્યે દ્વેશ રાખે છે 

- પહલગામના આતંકી હુમલાનો પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને જવાબ આપતાં ભારતનું ગૌરવ વધ્યું 

- બિહાર અને દિલ્હી વિધાનસભા સભાની ચૂંટણી જીતીને એન.ડી.એ તેમજ  ભાજપની પકડ મજબૂત 

વિપક્ષના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભાજપ પર વોટ ચોરીનો આરોપ મુકી દેખાવો કર્યા હતા.

દેશ ભરમાં રૂ 3000 કરોડનું ડિજીટલ એરેસ્ટનું કૌભાંડઃ કંબોડીયાથી નેટવર્ક ઝડપાયું.

શ્રીધર વૈમ્બુએ ઝોહો એપ ઉપરાંત સોશિયલ મિડીયા પ્લેટફોર્મનું સર્જન કરીને ટેકનો જગતનું ધ્યાન ખેંચ્યુ

જાન્યુઆરી

કોલકાતા આરજીકર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી સંજય રૉયને આજીવન કેદની સજા થઈ. નવા વર્ષનો પ્રારંભ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર મહાકુંભના ભવ્યાતિભવ્ય ઉત્સવથી થયો. ધર્મનું મહાપર્વ ચારેય શંકરાચાર્યો, તમામ ૧૩ અખાડાના મહામંડલેશ્વર, જગદ્ગુરુ પીઠાધીશ્વરો, હજારો સાધુ-સંતો, સિદ્ધ યોગીઓના તપથી મકર સંક્રાંતિથી મહાશિવરાત્રી સુધી આસ્થાના ઘોડાપુર સાથે ઉજવાયું. મૌની અમાસના દિવસે અમૃત સ્નાન કરવા ૭ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પધારતા ભાગ-દોડમાં ૩૦ જેટલા શ્રદ્ધાળુઓ કચડાઈ મર્યા હતા.  ફિલ્મ મેકર પ્રીતિશ નંદાનું, પરમાણુ વિજ્ઞાાની રાજગોપાલ ચિદમ્બરમ્નું અવસાન થયું.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનો 'મહાકુંભ'ની પૂર્ણાહૂતી, દિલ્હીમાં ૨૭ વર્ષ બાદ ભાજપનો ભવ્ય વિજય, રેખા ગુપ્તા મુખ્યમંત્રી બન્યા, નાણામંત્રી નિર્મલા સિતારામને ૫૦.૬૫ લાખ કરોડનું બજેટ રજુ કર્યું, વક્ફ બીલને કેબિનેટની મંજૂરી, ભારતીય મૂળની ગાયિકા ચંદ્રિકા ટંડનને 'ત્રિવેણી આલ્બમ' માટે ગ્રેમી એવોર્ડ, અમેરિકાથી પ્રથમ વખત સૈન્ય વિમાનથી ૨૦૫ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટસ ડિપોર્ટ થયા, મણિપુરમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહનું રાજીનામું, ૧૯૮૪માં શીખ રમખાણોના કેસમાં સજ્જનકુમારને આજીવન કેદ થઈ.

દિલ્હીમાં વિધાનસભાની ૭૦ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. ૬૯૯ ઉમેદવારો, ૧.૫ કરોડ મતદારો, ૨૭ વર્ષ બાદ ભાજપે બહુમતી મેળવી. ભાજપે ૪૮, અને આપ એ ૨૨ બેઠકો મેળવી. કોંગ્રેસે ૦ શૂન્ય !! અરવિંદ કેજરીવાલ સહિત જેલ જનારા તમામ ઉમેદવારો હાર્યા. કોંગ્રેસના ૬૭ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી ! રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, આતિશી વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા.

નાણામંત્રી નિર્મલા સિતારામને નવા ટેક્સ રિજિમમાં ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સાથે ૫૦.૬૫ લાખ કરોડનું બજેટ રજુ કર્યું.  ટ્રેમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% સુધી ટેરિફ નાખ્યો. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું.

નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં ૧૮ ના મોત થયાં. ભારતમાં વાઘોની સંખ્યા ૩૬૮૨, વિશ્વના ૭૫% વાઘ માત્ર ભારતમાં છે. જ્ઞાાનેશ કુમારની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી.  પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાનું નિધન, અયોધ્યામાં રામ મંદિરની પ્રથમ ઇંટ મુકનાર કામેશ્વર ચૌપાલે, રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું અવસાન.

માર્ચ

નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાનો વિવાદ થયો, દેખાવો અને હિંસા થઈ. હિંસા બાદ ૧૧ વિસ્તારમાં કર્ફ્યુ. ૫૦ની ધરપકડ. નાગપુરમાં વડાપ્રધાન મોદી ૨૪ વર્ષ પછી  RSS ના મુખ્યાલય પર પહોંચનાર પ્રથમ વડાપ્રધાન બન્યા. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાં આગ લાગી, કરોડોની રોકડ રકમ બળી ગઈ, અર્ધબળેલી રોકડ રકમ પણ ભારે પ્રમાણમાં મળી. તેમની ટ્રાન્સફરને મંજૂરી અપાઈ. ન્યાયિક કાર્ય પરત લઇ લીધું. કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણ સ્વિકારી.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર વ્યંગ કરનાર સ્ટેન્ડ એપ કોમેડિયન કુણાલ કામરા પર લાંછન લગાડવા અને અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવાયો. ઇસરોએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ દેશોના ૩૯૩ વિદેશી સેટેલાઇટ લોન્ચથી ૩૮૦૦ કરોડની કમાણી કરી. સાંસદોના પગારમાં ૨૪% વધારો કરાયો. પૂર્વ સાંસદોનું પેન્શન ૩૨૦૦૦ કરાયું. રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર બિરલા પર આરોપ મુક્યો કે સદનમાં મને બોલવા દેતા નથી. 

એપ્રિલ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પહેલગામની બૈસરન ઘાટીમાં બપોરે ૨.૪૫ વાગે આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ, ધર્મ, પૂછીને અને નમાઝ પઢવાનું તેમજ અઝાન બોલવાનું કહીને જે કોઈ બોલી ન શક્યા તેવા ૨૬ પ્રવાસીઓને ગોળીબારથી મારી નાંખ્યા. ૪૦ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. તોઇબા સાથે સંકળાયેલા આતંકી સંગઠન TRF (ધરેજીમેન્ટસ ફ્રન્ટ) એ જવાબદારી સ્વિકારી. વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના પ્રવાસથી મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા. કડક નિર્ણયો લેતા પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી રદ કરી, પાકિસ્તાન માટે પાણી વિઝા અને સરહદો બંધ કરાઈ. પાકિસ્તાન નાગરિકોને ૪૮ કલાકમાં ભારત દેશ છોડવા આદેશ.  ૨૬/૧૧ મુંબઇ હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણા (૬૪)ને અમેરિકાથી ભારત લાવવામાં મોટી સફળતા મળી. મુંબઇ હુમલામાં ૧૬૬ના મોત અને ૨૩૮ ઘાયલ થયા હતા. તહવ્વુર રાણા પાક. આર્મીમાં ડોક્ટર રહ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ઇડીની ચાર્જશીટ દાખલ.

મે

ભારતે ૭ મી મે ની વહેલી સવારે ૧.૦૫ થી ૧.૩૦ દરમ્યાન 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સૌથી મોટી કાર્યવાહી કરી. પાકિસ્તાનમાં ૧૦૦ કિ.મી. અંદર સુધી હુમલો કર્યો. બે મહિલા સૈન્ય અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સના ચીફ કમાન્ડર વ્યોમિકા સિંહએ પત્રકારોને બ્રીફ કર્યા હતા. આતંકીઓના નવ ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા. ૧૯૭૧ પછી રાવલપિંડી પર સીધો હૂમલો, લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ઉડાવી દીધી. ઓપરેશન સિંદૂર હેઠળ ૧૦૦ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. પાકિસ્તાને ભારત પર પંદર સ્થળે હુમલાના પ્રયત્ન કર્યા જેને સુદર્શને નિષ્ફળ બનાવ્યા. આખરે દસમી મે ના રોજ પાકિસ્તાને બપોરના સમયે યુદ્ધ વિરામ માટે ભારતને અપીલ કરી. અને સાંજે 'યુદ્ધ વિરામ' જાહેર કરાયું. તેમ છતાં નાના-મોટા હુમલાઓ ગોળીબાર થતાં રહ્યા. આ પછી પાકિસ્તાનના DGMO એ ખાતરી આપી કે 'હવે ફરી દુઃસાહસ નહીં કરવામાં આવે'

ભારત હવે વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર બન્યું. જાપાનને પાછળ રાખી આ સિદ્ધિ મેળવી. અમેરિકા, ચીન અને જર્મની પછી ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું. ભારતનો નોમિનલ GDP 4.187 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું. બિહારમાં લાલુ પ્રસાદે મોટા પુત્ર તેજપ્રતાપને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુક્યા. 

જૂન

બારમી જૂનના રોજ બપોરના ૧.૪૦ વાગે અમદાવાદ એરપોર્ટના રનવે-૨૩ પરથી લંડન જવા ઉપડેલું ડબલ એન્જિન ધરાવતું એર ઇન્ડિયાનું ડ્રીમ લાઈનર બોઈંગ ૦૧૭૧ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજની મેસ-હોસ્ટેલ પર તૂટી પડયું. આ પ્લેનમાં ૨૩૦ પ્રવાસીઓ, ૨ પાઈલટ અને ૧૦ ક્રુ મેમ્બર મળી કુલ ૨૪૨ માંથી એક પ્રવાસી સિવાય કુલ ૨૪૧ ના કરૂણ-દર્દનાક મોત થયાં ૧.૩૮ મિનિટે ઉપડેલું પ્લેન માત્ર બે મિનિટમાં જ ૧.૪૦ તૂટી પડયું હતું. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટી બીજી દુર્ઘટના બની. મૃતક પરિવારોને એર ઇન્ડિયાએ ૨૫ લાખ અને તાતા સન્સે એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી. મૃતકોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ કરૂણ મોત થયું હતું.

ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુકલાએ ૨૫ મી જૂન ૨૦૨૫ ના રોજ બુધવારે બપોરના ૧૨.૦૧ મિનિટે નાસાના મિશનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા ઉડાન ભરી. અને ૪.૩૦ વાગે પહોંચ્યા.  ISS પર ૧૪ દિવસ રોકાણ દરમ્યાન ૬૦ પ્રયોગો કરશે. જેના ગુ્રપ કેપ્ટન શુભાંશુ ૭ પ્રયોગ કરશે. ૪૧ વર્ષ બાદ (૧૯૮૪ માં રાકેશ શર્મા) અંતરિક્ષમાં જનાર શુભાંશુ પ્રથમ પ્રવાસી બન્યા. અવકાશમાંથી શુભાંશુએ ૧૮ મિનિટ, ૨૫ સેકન્ડ વડાપ્રધાન મોદી સાથે વાત કરી. શુભાંશુ શુકલા ૬૩૪ માં અવકાશયાત્રી બન્યા હતા.

બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં IPLમાં વિજેતા થયેલ બેંગ્લુરુ ટીમના સ્વાગત અભિનંદન માટે ત્રણ લાખ લોકો (બેઠક ક્ષમતા ૪૦૦૦૦) ઉમટી પડતાં ભાગદોડમાં ૧૧ ના મોત, ૫૪ ઘાયલ થયા. કોલકાતા લો કોલેજની ૨૫ વર્ષની વિદ્યાર્થીની પર રેપ થયો. TMCના નેતા સહિત ત્રણ ની ધરપકડ કરાઈ. ઓપરેશન સિંદુર હેઠળ ઇરાનથી ભારતીયો સ્વદેશ પરત ફર્યા.

જુલાઈ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના તપાસમાં ટેકનિકલ ખામી તરફ સંકેત, બન્ને એન્જિન ફેઇલ, પાઇલટના શબ્દો હતા. નો થ્રસ્ટ, લૂઝિંગ પાવર, અનેબલ ટુ લિફ્ટ મેડે કોલ અને વિમાન ટક્કર વચ્ચ ૧૫ સેકન્ડનું જ અંતર રહ્યું. ટેઇક ઓફ બાદ પ્લેન ૬૨૫ ફૂટની ઉંચાઈએ પહોંચ્યું અને ૪૭૫ ફૂટ પ્રતિમિનિટની ઝડપથી નીચે પટકાયું હતું. AAIB દ્વારા તપાસ રિપોર્ટ, કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાઇલટે બીજાને પૂછ્યું 'કટ ઓફ કેમ કર્યું ?' 'બીજાએ કહ્યું મેં નથી કર્યું' તો પછી આ કટ ઓફ કેવી રીતે થયું ? આ રહસ્યમય પ્રશ્ન રહ્યો. વિદેશી અખબારોનો દાવો કે... કેપ્ટને સ્વિચ ઓફ કરી હતી.

 સંસદના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨ વર્ષ વહેલું રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારી લીધું.

આઈ એસ એસ પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ૨૦ દિવસ પછી ધરતી પર સકુશળ પરત ફર્યા. કેલિફોર્નિયાના સેનડિયેગોના દરિયામાં ઉતરણ કર્યું. આ મિશન પાછળ ઇસરોએ ૫૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.

 માસાન્તે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ લાદ્યો. આ ઉપરાંત દંડ પણ લાગુ કરાયો. પહેલીવાર કોઈ દેશ પર દંડ લગાવાયો. ટ્રમ્પે કહ્યું, ભારત રશિયા પાસેથી ઓઇલ અને હથિયારો ખરીદે છે.

 વિશ્વનો સૌથી એડવાન્સ રડાર સેટેલાઇટ 'નિસાર' જે ઇસરો નાસાનું સંયુક્ત મિશન સફળ રીતે લોન્ચ થયો. જે ભૂકંપ સુનામી આવે એ પહેલાં જ ચેતવણી આપશે.

 મુંબઇ ટ્રેન વિસ્ફોટ (૧૧.૦૭.૨૦૦૬)ના તમામ ૧૨ આરોપીઓને બોમ્બે હાઈકોર્ટએ દોષમુક્ત જાહેર કર્યા. જેમા ૧૮૯ના મોત થયા હતા. આ પછી આ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવાઈ.

 ૨૬/૧૧ હુમલાનો માસ્ટર માઇન્ડ ત્હવુર રાણાએ કબુલ્યું કે હું  ISI સાથે કાવતરામાં સામેલ હતો. પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો.

 બિકાનેરમાં દેશની પ્રથમ કન્યા સૈનિક સ્કુલ શરૂ થઈ.

 ભારતની વસ્તી ૧૪૬ કરોડ થઇ. દુનિયાની વસ્તી ૮૨૩ કરોડ.

 નરેન્દ્ર મોદી ૪૦૭૭થી વધુ દિવસ સેવા આપનારા સૌથી વધુ લાંબા સમયના બીજા ક્રમના વડાપ્રધાન બન્યા. સૌથી વધુ ૨૪ સર્વોચ્ચ નાગરિક સન્માન વિદેશોમાંથી મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.

 મોદી કેબિનેટ દ્વારા ૧.૦૭ લાખ કરોડની યોજનાને મંજૂરી ૩.૫ કરોડ નવી નોકરી ઊભી કરવાનું લક્ષ્ય, રિસર્ચ માટે ૧ લાખ કરોડની ઇઘૈં  યોજના મંજૂર. એમ્પ્લોયમેન્ટ લિન્કડ ઇન્સેટિવ સ્કીમને મંજૂરી અપાઈ. ૧.૭ કરોડ ખેડૂતો માટે ૨૪૦૦૦ કરોડની ધન ધાન્ય કૃષિ યોજના લોન્ચ.

 હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ, મંડીમાં ભારે વરસાદ, પુર, ભુસ્ખલનથી વિનાશ વેરાયો. ૧૪ પૂલ, ૨૩૫ રસ્તા, ૨૨૫ ઘરો નાશ પામ્યા. ૨૩ સ્થળે પૂર, ૧૬ સ્થળે ભૂસ્ખલન ૭૮ મર્યા.

 ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, મુંબઇમાં પ્રથમ શો રૂમ કારની અંદાજીત કિંમત ૬૦ લાખ

ઓગષ્ટ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫% પેનલ્ટી લગાવી. આથી હવે ટેરિફ ૨૫% + પેન્લ્ટી ૨૫% ગણતા ૫૦% ટેરિફ થઇ. ભારત પહેલો દેશ છે કે જેના પર પેનલ્ટી ટેરિફ લાદવામાં આવ્યો છે. ૨૭મી ઓગસ્ટથી ટ્રમ્પ ટેરિફ લાગુ થયો. જેમાં ફાર્મા, ઊર્જા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને બાકાત રખાયું. રાહુલ ગાંધીએ કહ્યું, પંચ અને ભાજપ વોટ ચોરી કરી રહ્યાં છે. વોટ ચોરી વિરૂદ્ધ વિપક્ષો રસ્તા પર ઉતર્યા. ૩૦૦ સાંસદોએ કૂચ કરી. 

 ઉત્તરાખંડમાં જળપ્રલય. ગંગોત્રીથી ૧૮ કિ.મી. પહેલા ધરાલીમાં વાદળ ફાટયું.  પહાડ પર માચૈલ માતાના મંદિરે જતાં ૩૮ દર્શનાર્થીઓના મોત. જમ્મુ ક્ષેત્રમાં વરસાદે ભારે તારાજી સર્જી. ૪૧ના મોત ૭૦૦ ઘર તણાયા, પંજાબના ૮ જીલ્લામાં ગંભીર સ્થિતિ સર્જાય.

 ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને અને વિપક્ષ  UPA એ જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારી નોંધાય.

 પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દુષ્કર્મ કેસમાં દોષિત, બેંગ્લુરુની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યો. કાકા એચ.ડી.કુમાર સ્વામીકર્ણાટકના સી.એમ.હતા, પિતા એચ.ડી.રેવન્ના રાજ્યના પૂર્વ મંત્રી હતા. દુષ્કર્મના ૪ કેસમાંથી એક કેસમાં આજીવન કેદની સજા ફટકારી ૧૦ લાખ દંડ પણ થયો.

 માલેગાઁવ બ્લાસ્ટનો ૧૭ વર્ષે ચૂકાદો આવ્યો. સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર સહિત ૭ આરોપી દોષમુક્ત.

 દિલ્હીના વિજ્ઞાાન ભવનમાં RSS સંઘની શતાબ્દિ વર્ષનું ત્રિદિવસીય વ્યાખ્યાન યોજાયું.

 ટેક્નિકલ શિક્ષણમાં સુધારા માટે 'મેરિટ' યોજના જાહેર કરી.

 રેલ્વેએ ૭ એન્જિનથી ૩૫૪ વેગનવાળી ટ્રેન દોડાવી રેકોર્ડ સર્જ્યો.

 અનિલ અંબાણીના ૨૯૨૯ કરોડના છેતરપિંડી કેસમાં  CBI ના દરોડા, આર.કોમ. કંપની પર ૪૦,૪૦૦ કરોડનું દેવું.

 ૭૧માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં શાહરૂખખાનને ૩૩ વર્ષ પછી પ્રથમ એવોર્ડ મળ્યો.

 વશ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર થઈ.

સપ્ટેમ્બર

ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ પદે NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાયા. UPAના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ૧૫૨ મતોથી હાર્યા. GST 2.0  આઠ વર્ષ પછી ટેક્સમાં રાહત, હવે બે સ્લેબ રહેશે. ૫% અને ૧૮%, લાઇફ અને હેલ્થ ઈન્સ્યુરન્સ GST ફ્રી, ૩૩ જીવન રક્ષક અને કેન્સરની દવા ટેક્સ ફ્રી. પ્રથમ નવરાત્રીથી દેશમાં ૩૭૫થી વધુ વસ્તુઓ સસ્તી થઈ.

વડાપ્રધાન મોદી ૭૫ વર્ષના થયા. મરાઠા આરક્ષણ આંદોલનને સફળતા મળી, મનોજ જરાંગેની આઠમાંથી છ માંગ સ્વિકારવામાં આવી. લડાખના પાટનગર લેહમાં પૂર્ણ રાજ્યની માંગણી સાથે હિંસાત્મક ઉગ્ર દેખાવો થયા ૪ના મોત થયા. વાંગચુકની પોલિસે ધરપકડ કરી અને જોધપુરની જેલમાં મોકલાયા. તામિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝમગના પ્રમુખ વિજય થલપતિની ચૂંટણી રેલીમાં ૫૦,૦૦૦થી વધુ લોકો એકત્રિત થયા અને ભાગદોડ મચતા ૬ બાળકો, ૧૬ મહિલાઓ સહિત કુલ ૪૧ના મોત થયા. પંજાબમાં ૩૭ વર્ષ પછી સૌથી ભયાનક પૂર ૫૩ના મોત, સરહદો પૂરથી ઘેરાઈ અને સતલજ નદીમાં ડૂબી.

ઓક્ટોબર

બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર ભારતની મુલાકાતે આવ્યા. ભારત-બ્રિટન વચ્ચે ૪૨૦૦ કરોડની મિસાઇલ ડીલને મંજૂરી. દિલ્હીમાં તાલિબાનના વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારને પ્રવેશ આપવામાં ન આવતા વિવાદ થયો. આખરે મહિલા પત્રકારોના પ્રવેશ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

મધ્ય પ્રદેશમાં કફ સીરપ જીવલેણ બનતા ૨૨ બાળકોના મોત થયા. મધ્યપ્રદેશમાં ૭૬ નકલી દવાઓ ઈન્જેકશનો પકડાયા. તામિલનાડુમાં જીવલેણ કફ સિરપ બનાવતી ફેક્ટરી સીલ, માલિકની ધરપકડ કરાઈ. ગુજરાત સહિત ભારતના ૧૨ રાજ્યોમાં  SIR 12 ડોક્યુમેન્ટના આધારે પોતાની ઓળખ આપી શકાશે. EPFમાંથી ૧૦૦% સુધીની રકમ ઉપાડી શકાશે. શ્રીધર વેમ્બુ દ્વારા સ્વદેશી ઝોહોમેલ, ઝોહો વર્કસ ડ્રાઇવ, ઝોહો મિટિંગ એપ શરૂ કરાઈ. વોટસએપ માટે સ્વદેશી 'અરાઈ' શરૂ કરાઈ. 

સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ તરફ ૭૧ વર્ષના વકિલ રાકેશ કિશોરે જૂતું ફેંક્યું. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમના ૫૩મા મુખ્ય ન્યાયધિશ તરીકે પસંદ થયા.

નવેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ મી નવે. ૨૫ના રોજ અયોધ્યામાં અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામ મંદિરના શિખર પર ઇજીજી ના વડા મોહન ભાગવત સાથે ધ્વજારોહણ કરીને ૫૦૦ વર્ષ જૂનો સંકલ્પ પૂર્ણ કર્યો. ઐતિહાસિક ધ્વજમાં સૂર્ય, ઓમ્ અને કોવિદાર-પવિત્ર વૃક્ષનું ચિત્રાંકન કરાવ્યું.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં શઘછ એ ૧૫ વર્ષ બાદ ૨૦૨ બેઠકો મેળળી. મહાગઠબંધને ૩૫ બેઠકો મેળવી. ભાજપે સૌથી વધુ ૮૯ અને ૈંઘેં એ ૮૫ બેઠકો મેળવી. કમળ ખીલી ઉઠયું.

બિહારમાં મુખ્યમંત્રી પદે ૭૪ વર્ષના નીતિશ ૧૦ મી વખત આરૂઢ થયા. વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહ્યા અને ગમછો લહેરાવ્યો. દિલ્હીમાં ૧૫ વર્ષ પછી મોટો બ્લાસ્ટ લાલ કિલ્લા નજીક અને મેટ્રો સ્ટેશનના ગેટ સામે સાંજના લગભગ સાત વાગ્યે ચાલતી ૈં-૨૦  કારમાં થયો અને ૮ ના મોત થયાં, ૩૦ થી વધુ ઇજાગ્રસ્ત થયાં. જે કાર ચલાવી રહ્યો હતો એ મોહમ્મદ નબી ઉમર પુલવામાંમાં ડૉક્ટર હતો.

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકાથી ડિપોર્ટ કરી ભારતમાં લાવતા શૈંછ દ્વારા ધરપકડ કરાઈ. કાશ્મીર જૈને ગામ પોલિસ સ્ટેશનમાં સેમ્પલ લેતી વખતે ૩૬૦ કિ.ગ્રા. વિસ્ફોટકો ધણધણી ઉઠયા. નવના મોત થયા. રાષ્ટ્રગીત 'વંદેમાતરમ્'ને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. ૨૦૩૦ ની કોમન વેલ્થ ગેઈમ્સની યજમાની અમદાવાદને મળી.

ડિસેમ્બર

યુનેસ્કો દ્વારા આપણી 'દિવાળી'ને સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો.

ઇન્ડિગો એરલાઈન્સમાં ક્રુ કટોકટી સર્જાઈ. એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ. ૭ દિવસમાં ૪૫૦૦ ફ્લાઇટ રદ કરાઈ. હજારો મુસાફરો પરેશાન થયા. કડક કાર્યવાહી બાદ ૬૧૦ કરોડ રિફંડ કર્યા, આ કટોકટીમાં અન્ય એરલાઇન્સે વધુ ભાડા વસુલ્યા. આખરે સરકારે ઇન્ડિગોની ફ્લાઇટમાં ૧૦% ઘટાડો કર્યો.

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ૪ વર્ષ પછી ભારત આવ્યા.

વિમા ક્ષેત્રે 100% FDI ને મંજૂરી.

ગુજરાત સહિત ૬ રાજ્યમાં SIRની કામગીરીની સમય મર્યાદા વધારાઈ.

ભાજપમાં બિહારના PWD ના મંત્રી નીતિન નવીનને કાર્યકારી રાષ્ટ્રીધ્યક્ષ બનાવાયા.

ગોવાની 'બિચ બાય રોમિયો લેન્ડ' નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી. ૨૫ના મોત થયાં. આસામી ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુ માટે SITએ ચાર્જશીટ દાખલ કરી. ચાર વ્યક્તિ પર હત્યાનો આરોપ. કોલકાતાના લેક સ્ટેડિયમમાં ફૂટબોલર લિયોનલ મેસ્સીની માત્ર ૧૦ મિનિટની જ ઉપસ્થિતિથી હજારો દર્શક વંચિત રહેતા તોડફોડ થઈ.

- પ્રદીપ ત્રિવેદી

શ્રધ્ધા સુમન

રાજગોપાલ ચિંદમ્બરમ

પરમાણુ વિજ્ઞાાની

૮૮ વર્ષ

પ્રીતીશ નાંદી

ફિલ્મ મેકર

૭૩

નવીન ચાવલા

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર

૭૯

મનોજકુમાર

ફિલ્મ અભિનેતા

૮૭

ડૉ. ગિરિજા વ્યાસ

પૂર્વ કેન્દ્રિય મંત્રી

૭૯

જયંતિ નાર્લિકર

ખગોળશાસ્ત્રીય

૮૬

મુકુલદેવ

અભિનેતા

૫૪

વાલ્મિક થાપર

વાઘ માટે લડત આપનાર

૭૩

વિજયભાઈ રૂપાણી

પૂર્વ ગુજરાત મુખ્યમંત્રી

૬૮

શૈફાલી જરીવાલા

ટી.વી. અભિનેત્રી

૪૨

શિબુ સોરેન

પૂર્વ ઝારખંડ મુખ્યમંત્રી

૮૧

ઝુબિન ગર્ગ

આસામી સિંગર

૫૨

પંડિત છન્નુલાલ મિશ્રા

શાસ્ત્રીય ગાયક

૮૯

પંકજ ધીર

ટી.વી. અભિનેતા

૬૮

સતીશ શાહ

ટી.વી. ફિલ્મ અભિનેતા

૭૪

પીયુષ પાંડે

એડ ગુરૂ

૭૦

કામિની કૌશલ

અભિનેત્રી

૯૮

ધર્મેન્દ્ર

અભિનેતા

૮૯

સિમોન તાતા

રતન તાતાના સાવકી માતા

૯૫

શિવરાજ પાટિલ

ભૂ.પૂ. કેન્દ્રિય ગૃહમંત્રી

૯૦

(તા. ૧૫-૧૨-૨૫ સુધી)