આંધ્ર પ્રદેશમાં નવા એરપોર્ટનું લોકાર્પણ: PM મોદીએ કહ્યું- અગાઉ માત્ર એક જ પરિવારના નામે રખાતા હતા એરપોર્ટના નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Inaugurates Bhogapuram Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિયાનગરમમાં 18,000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં ભોગાપુરમનું અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય વિમાનમથક શામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિઝિયાનગરમ પ્રવાસ દરમિયાન લગભગ 18000 કરોડ રૂપિયાના વિશાળ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ આંધ્ર પ્રદેશની ઝડપી પ્રગતિનું પ્રતિક છે. ભોગાપુરમમાં અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે, પીએમ મોદીએ તેને 'સ્વર્ણ આંધ્ર'ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
એરપોર્ટ મુદ્દે વિપક્ષ પર PMના પ્રહાર
વડાપ્રધાને ગાંધી પરિવાર પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, પહેલાં એરપોર્ટના નામ અવારનવાર એક જ પરિવારના નામે રાખવામાં આવતા હતા. પરંતુ, NDA સરકારે વાલ્મીકી, સંત રવિદાસ અને અલ્લૂરી સીતારામ રાજૂ જેવા મહાનુભાવોના નામે એરપોર્ટના નામ રાખીને રાષ્ટ્રીય નાયકોને સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.
CM નાયડૂના વિઝનની પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. તેમણે એક તરફ આધુનિક એરપોર્ટના નિર્માણ અને બીજી તરફ આદિવાસી બહેનો દ્વારા ઢિમસા નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ બંને પાસાંઓને સાથે લઈને ચાલવું એ ચંદ્રબાબુની ઓળખ છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ નવું એરપોર્ટ
પીએમ મોદીએ ભોગાપુરમ ખાતે 17,900 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો દેશને સમર્પિત કર્યા. વિઝિયાનગરમ પહોંચવા પર મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે માહિતી આપી કે, 2014 સુધી દેશમાં માત્ર 74 કાર્યરત એરપોર્ટ હતા, જે 2026 માં વધીને 166 સુધી પહોંચી ગયા છે. સરકારે તાજેતરમાં 29,000 કરોડ રૂપિયાના બજેટ સાથે 'ઉડાન' (UDAN) યોજનાનો આગામી તબક્કો લોન્ચ કર્યો છે.
મૈસૂરમાં કાર્યક્રમ
આ ઉપરાંત, પીએમ મોદીએ બપોરે 3:30 વાગ્યે મૈસૂરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર (વિવેકા સ્મારક)નું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ.









