India

સજા માટે કૃત્યની અનૈતિકતા પુરતી નથી, પુરાવા પણ જરૂરી : સુપ્રીમ

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં 13 વર્ષ બાદ 10 વર્ષની સજા પામેલા આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે અનૈતિક કૃત્યના આધારે નહીં, પરંતુ પુરાવાના આધારે સજા થવી જોઈએ. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ચુકાદો રદ કરીને, સુપ્રીમે પીડિતાના નિવેદનમાં વિરોધાભાસ નોંધ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સજા માટે કૃત્યની અનૈતિકતા પુરતી નથી, પુરાવા પણ જરૂરી : સુપ્રીમ
  • રેપના કેસમાં આરોપીની અરજી પર સુપ્રીમનું અવલોકન
  • બળાત્કાર બદલ ૧૦ વર્ષની સજા પામેલાને સુપ્રીમે ૧૩ વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો

નવી દિલ્હી : રેપના કેસમાં ૧૦ વર્ષની સજા પામેલાને છોડી મુકતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોઇ કૃત્યની અનૈતિકતાના આધારે આરોપીને સજા ના આપી શકાય, કેમ કે તે પુરતુ નથી, જે આરોપો લાગ્યા હોય તેના પુરાવા હોવા પણ જરૂરી છે. સુપ્રીમે હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને દોષિતને છોડી મુક્યો હતો.
રેપના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા અપાઇ હતી, જેને બાદમાં હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સજાને યોગ્ય ઠેરવી હતી. તેથી આરોપી દ્વારા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર મામલામાં પીડિતોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સુપ્રીમે નોંધ્યું હતું કે ટ્રાયલ અને હાઇકોર્ટે નિર્ણયો લેવામાં ભુલ કરી છે. માત્ર કોઇ કૃત્ય અનૈતિક હોવાના આધાર પર જ આરોપીને સજા ના આપી શકાય. સજા આપવા માટે પુરાવા હોવા પણ એટલા જ જરૂરી છે. આ સમગ્ર મામલામાં પીડિતાના નિવેદનનો એક હિસ્સો સ્વીકાર કરવામાં આવ્યો છે જ્યારે બીજો હિસ્સો રદ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો આઇપીસીની કલમ ૩૬૬ અને ૩૭૬ સાથે જોડાયેલો છે. ટ્રાયલ કોર્ટે ૨૦૧૨માં એક કલમમાંથી આરોપીને મૂક્ત કર્યો હતો જ્યારે બીજી કલમ ૩૭૬ હેઠળ રેપ બદલ દોષિત ઠેરવ્યો હતો.