India

કોઈ સંતાન નથી, તો આખી જિંદગીની કમાણી દેશને નામે કરી દીધી! જાણો 100 કરોડ દાન કરનાર ડૉક્ટરની કહાની

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
હિમાચલ પ્રદેશના હમીરપુરના 77 વર્ષીય ડૉ. રાજેન્દ્ર કંવરે પોતાની અને સ્વર્ગસ્થ પત્નીની ₹100 કરોડની સંપત્તિ રાજ્ય સરકારને દાન કરી છે. તેમણે પોતાનો દેહ પણ મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમની ઇચ્છા છે કે આ સંપત્તિનો ઉપયોગ વૃદ્ધાશ્રમ અથવા 'જેરિયાટ્રિક કેર' માટે થાય, જેનું નામ ‘કૃષ્ણા રાજેન્દ્ર’ રાખવામાં આવે. મુખ્યમંત્રીએ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈ સંતાન નથી, તો આખી જિંદગીની કમાણી દેશને નામે કરી દીધી! જાણો 100 કરોડ દાન કરનાર ડૉક્ટરની કહાની

Himachal Doctor Rajendra Kanwar Donates 100 Crore: હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના 77 વર્ષીય જાણીતા તબીબ ડૉ. રાજેન્દ્ર કંવરે પોતાની અને સ્વર્ગસ્થ પત્ની કૃષ્ણા કંવરની રૂ. 100 કરોડની ચલ-અચલ સંપત્તિ રાજ્ય સરકારને દાન કરી દીધી છે. આ સિવાય તેમણે પોતાનો દેહ પણ મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવાનો નિર્ણય લીધો છે.

જીવનભરની કમાણી સમાજ સેવા માટે અર્પણ

નાદૌનના જોલસપ્પડના રહેવાસી ડૉ. રાજેન્દ્ર કંવરે 5 ઑગસ્ટ 2026ના રોજ પોતાની તમામ સંપતિ ગિફ્ટ ડીડ કરીને સરકારના નામે કરી દીધી છે.

સરકાર બની સંપત્તિની માલિક: ગિફ્ટ ડીડ બાદ જમીન પણ ડૉ. રાધાકૃષ્ણન સરકારી મેડિકલ કૉલેજ, હમીરપુરના નામે નોંધાઈ ચૂકી છે.

દેહદાનનો સંકલ્પ: ડૉ. કંવરે પોતાના મૃત્યુ પછી દેહદાન માટે મેડિકલ કૉલેજના એનાટોમી વિભાગને લેખિત મંજૂરી આપીને આઇડી કાર્ડ પણ મેળવી લીધું છે. અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે મૃત્યુ બાદ પોતાની ડેડ બોડી અભ્યાસઅર્થે અર્પણ કરી છે.

દાનમાં શું-શું આપ્યું?

ડૉ. કંવરને કોઈ સંતાન નથી. તેમની આ સંપત્તિમાં બે માળનો બંગલો, 5-5 એકર જમીન, કરોડો રૂપિયાના દાગીના, કાર, ફર્નિચર અને બૅંકમાં જમા રકમનો સમાવેશ થાય છે. જેનું વર્તમાન બજાર મૂલ્ય ₹100 કરોડથી વધુ આંકવામાં આવ્યું છે. તેમની ઇચ્છા છે કે, આ સંપત્તિનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે થાય, અને અહીં 'જેરિયાટ્રિક કેર' (વૃદ્ધાવસ્થા સંભાળ) કે ઓલ્ડ એજ હોમ બનાવવામાં આવે તેમજ સંસ્થાનનું નામ તેમની સ્વર્ગસ્થ પત્નીની સ્મૃતિમાં ‘કૃષ્ણા રાજેન્દ્ર’ રાખવામાં આવે.

33 વર્ષ સુધી સરકારી ડૉક્ટર તરીકે સેવા આપી

ડૉ. રાજેન્દ્ર કંવરે 1977થી 2010 સુધી આશરે 33 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવાઓ આપી છે. તેઓ વિસ્તારમાં ‘કાંગૂ વાળા ડૉક્ટર’ના નામે પ્રખ્યાત છે. 77 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના ઘરે અત્યંત નજીવા દરે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ ડૉ. કંવરના આ મહાન સંકલ્પ અને ત્યાગની સોશિયલ મીડિયા પર મુક્તકંઠે પ્રશંસા કરી આભાર માન્યો હતો.