'મારી સાથે મારપીટ કરાઈ...' સોનમ વાંગચુક બાદ હવે અભિજિત દીપકે અનશન પર, CJP એ કરી ચોંકાવનારી માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk and Jantar Mantar News : દિલ્હીના જંતર-મંતર પરથી સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં દિલ્હી પોલીસે 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મંચ પરથી ઉઠાવી લીધા છે. આ દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો છે કે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે અને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર વહેલી તકે ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. આ સાથે હવે સીજેપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માગ કરી છે. બીજી બાજુ આંદોલન ચાલુ રાખવા માટે હવે ખુદ અભિજિત દીપકે અનશન પર બેસી ગયા છે.
સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા, સુરક્ષા ચુસ્ત
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, માનનીય હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે વાંગચુકના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરી શકાય તેમ નથી, કારણ કે એક દિવસ પહેલા જ ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે લાંબા ઉપવાસના કારણે તેમના અંગો ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી શકે છે. હાલ સફદરજંગ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ તૈનાત છે અને ટૂંક સમયમાં મેડિકલ બુલેટિન જાહેર થશે. હોસ્પિટલની બહાર રેપિડ એક્શન ફોર્સ (RAF) ગોઠવી દેવાઈ છે.
જંતર-મંતર છાવણીમાં ફેરવાયું, 4 લેયરનું બેરિકેડિંગ
હાલમાં જંતર-મંતર ખાતે ભારે તણાવની સ્થિતિ છે. આખા વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળો (પેરામિલિટ્રી ફોર્સ) ની ભારે તૈનાતી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રદર્શન સ્થળને 4 સ્તરના લોખંડી બેરિકેડિંગથી ઘેરી લેવામાં આવ્યું છે અને પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવીને ધરણા સ્થળ ખાલી કરાવી રહી છે.
શું છે સોનમ વાંગચુકની માંગ? રાજકારણ ગરમાયું
સોનમ વાંગચુક દેશમાં બનેલી NEET પેપર લીક ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે અનશન પર બેઠા હતા. આ આંદોલનને વિપક્ષનો મોટો ટેકો મળી રહ્યો હતો. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, સપા નેતા ડિમ્પલ યાદવ અને કોંગ્રેસ નેતા પવન ખેડા મુલાકાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના કેસી વેણુગોપાલે પણ સરકારને અસંવેદનશીલ ગણાવી વાંગચુકને જીવ જોખમમાં ન મૂકવા સલાહ આપી હતી. તો બીજી તરફ ડિમ્પલ યાદવે ભાજપ સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શન સહન કરી શકતી ન હોવાનો પ્રહાર કર્યો છે. આ અગાઉ અભિજીત દીપકેએ આંદોલન તોડવા માટે કેટલાક ગુંડાઓ દ્વારા હુમલાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
સંજય સિંહ ભડક્યા મોદી સરકાર પર
21 દિવસથી અનશન કરનારા સોનમ વાંગચુકને આ રીતે ઉઠાવી લેવાયા બાદ સંજય સિંહે મોદી સરકાર સામે નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે વાતચીત કરવાની જગ્યાએ મોદી સરકાર બળજબરીપૂર્વક સોનમ વાંગચુકને ઉઠાવી ગઇ અને જંતર મંતર પર દેખાવો કરનારા પર લાઠીચાર્જ કર્યો. 20 માર્ચે અહીં મોટાપાયે દેખાવો થવાના હતા અને પીએમ મોદી આ મુદ્દે વાકેફ હતા એટલે કે તેમણે દિલ્હી પોલીસના કમિશનર બદલીને આ પ્રકારની કાર્યવાહી કરી છે જેથી આ મુદ્દો મોટો ના થઇ શકે. પીએમ મોદી આટલો અહંકાર યોગ્ય નથી.









