Get The App

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા 1 - image

- ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની અરજીનો વિરોધ

- હાજર થાય તો જ કેસ સાંભળવાના હાઈકોર્ટના આગ્રહ સામે  યુકે છોડવા સામે પ્રતિબંધ હોવાની માલ્યાની દલીલ

મુંબઈ : છેતરપિંડી અને મની લોન્ડરિંગના અનેક કેસોનો સામનો કરી રહેલા  ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે પોતે ક્યારે  ભારત પાછા ફરી શકશે તેમ કહી શકાય તેવું નથી કારણ કે તેમના પર  યુકે છોડવા પર કાયદેસર રીતે પ્રતિબંધ છે.

માલ્યાએ પોતાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રદ થયા પછી તેમની પાસે સક્રિય પાસપોર્ટ નથી અને તેથી, તેઓ ભારત પાછા ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી.

ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંકડની બેન્ચે ગયા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતું કે માલ્યા ભારત પાછા ન આવે ત્યાં સુધી ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાના આદેશ સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. આ નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કોર્ટે ભૂતપૂર્વ લીકર બેરોનને સ્પષ્ટ કરવા કહ્યું હતું કે તેનો ભારત પાછા ફરવાનો ઇરાદો છે કે નહીં.

૨૦૧૬ થી યુનાઇટેડ કિંગડમમાં રહેતા માલ્યાએ હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે - એક તેમને ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવાના આદેશને પડકારતી અને બીજી ભાગેડુ આથક ગુનેગાર કાયદાની બંધારણીય કાયદેસરતા સામે સવાલ ઉઠાવતી અરજી છે. 

૭૦ વર્ષીય દારૂના વેપારી પર અનેક હજાર કરોડ રૂપિયાની લોન ચુકવણીમાં ડિફોલ્ટ કરવાનો અને મની લોન્ડરિંગના આરોપો છે. 

 માલ્યાએ  હાઈકોર્ટ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરત ફરવાની ચોક્કસ તારીખ આપી શકતા નથી કારણ કે તેમની પાસે તેમનો ભારતીય પાસપોર્ટ નથી, જે સરકારે ૨૦૧૬ માં રદ કર્યો હતો, ે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કોર્ટના આદેશાએ તેમને  દેશ છોડવાથી પ્રતિબધ ફરમાવેલો છે. 

 માલ્યાને ઈંગ્લેન્ડ અને વેલ્સ છોડવાની કે છોડવાનો પ્રયાસ કરવાની અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ માટે અરજી કરવાની અથવા તેની પાસે રાખવાની પરવાનગી નથી. કોઈપણ સંજોગોમાં, અરજદાર ભારત ક્યારે પરત ફરશે તે ચોક્કસ રીતે કહી શકતો નથી,એમ વકીલે  કોર્ટમાં નિવેદન વાંચ્યું હતું,

વરિષ્ઠ વકીલે પુનરોચ્ચાર કર્યો હતો કે માલ્યાની ભાગેડુ ટેગ અને કાયદાની જોગવાઈઓ વિરુદ્ધની અરજીઓ સાંભળવા માટે કોર્ટમાં તેમની હાજરી દેશમાં જરૂરી નથી.

 જો તેઓે (માલ્યા) ભારતમાં હાજર થાય, તો આ બધી કાર્યવાહી અપ્રસ્તુત બની જશે કારણ કે કાયદામાં કહેવામાં આવ્યું છે કે એકવાર ગુનેગાર સંબંધિત કોર્ટમાં હાજર થાય, પછી આ બધા આદેશો રદ કરવામાં આવશે,એમ  વકીલે કોર્ટને જણાવ્યું હતું.

બેન્ચે કેન્દ્ર સરકારને માલ્યાના નિવેદનનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને આ મામલાની વધુ સુનાવણી આવતા મહિને મુલતવી રાખી છે.

માલ્યાને જાન્યુઆરી ૨૦૧૯ માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  હેઠળ કેસોની સુનાવણી કરતી એક વિશેષ અદાલત દ્વારા ભાગેડુ આથક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.