India

હું સ્કોલરશીપ લેટર આપવા તૈયાર, શું તમારા નેતા ડિગ્રી બતાવશે? અભિજિત દીપકેનો ભાજપને પડકાર

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના RTI કાર્યકર્તાના પ્રશ્નો બાદ અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે. તેમણે પોતાની સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના દસ્તાવેજો બતાવવાની તૈયારી દર્શાવી, પરંતુ બદલામાં ભાજપના નેતાઓને તેમની ડિગ્રી જાહેર કરવાની માંગ કરી. આ મામલો NEET વિરોધ અને CJP ફંડિંગ વિવાદ સાથે જોડાયેલો છે, જેમાં 1 કરોડ રૂપિયાના યોગદાનની તપાસની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હું સ્કોલરશીપ લેટર આપવા તૈયાર, શું તમારા નેતા ડિગ્રી બતાવશે? અભિજિત દીપકેનો ભાજપને પડકાર

Abhijeet Dipke Challenges BJP Leaders: અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે. અભિજિત દીપકેએ વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, તે પોતાના અભ્યાસ સંબંધિત સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના દસ્તાવેજો બતાવવા માટે તૈયાર છે, પરંતુ તે ભાજપના નેતાઓને તેમની ડિગ્રી જાહેર કરવાની માંગ કરે છે. આ વીડિયો સુરતના એક RTI કાર્યકર્તા દ્વારા તેમના પિતાની આર્થિક સ્થિતિ, CJPના લીગલ ડિફેન્સ ફંડ અને કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના યોગદાનની તપાસની માંગ કર્યા બાદ સામે આવ્યો છે.

'હું સ્કોલરશિપ લેટર બતાવવા તૈયાર'

દીપકેએ કહ્યુ છે કે, 'હું મારી સ્કોલરશિપનો લેટર અને એજ્યુકેશન લોનનો લેટર બતાવવા માટે તૈયાર છું. શું તમારા નેતા તેમની અસલી ડિગ્રી બતાવશે?' સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને અભિજિત દીપકેએ અનેક સવાલો ઊભા કર્યા છે. અભિજિત દીપકેનો દાવો છે કે, ભાજપના એક કાર્યકર્તાએ તેમના શિક્ષણ અને વિદેશ અભ્યાસ અંગે RTI દાખલ કરી છે. તેના જવાબમાં તેમણે પોતાના દસ્તાવેજો દર્શાવવાની વાત કહી, અને ભાજપના નેતાઓને ડિગ્રી જાહેર કરવાનો પડકાર આપ્યો.

ગુજરાતના સુરતના એક RTI કાર્યકર્તા અમિત તિવારીએ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ GST વિભાગને પત્ર લખીને અભિજિત દીપકેના પિતાની આર્થિક સ્થિતિ, વિદેશમાં અભ્યાસનો ખર્ચ અને CJPના નામે એકત્ર કરાતા લીગલ ડિફેન્સ ફંડની તપાસ કરવાની માંગ કરી હતી.

વીડિયોમાં અભિજિત દીપકેએ શું કહ્યું?

અભિજિત દીપકેએ કહ્યું કે, તેમણે જોયું છે કે ભાજપના કાર્યકર્તાએ તેમની વિરુદ્ધ RTI દાખલ કરીને શિક્ષણ મેળવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, જો કોઈ સામાન્ય પરિવારનો દીકરો બોસ્ટન યુનિવર્સિટીમાં ભણવા જાય તો તેનાથી કોઈને શું તકલીફ હોઈ શકે?

RTI કાર્યકર્તાએ ઉઠાવ્યા સવાલો

સુરતના RTI કાર્યકર્તા અમિત તિવારીએ અભિજિત દીપકેના પિતા ભગવાનરાવ દીપકેની આર્થિક સ્થિતિની તપાસની માંગ કરી છે. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે , પિતા મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત કર્મચારી હોવાથી, નિવૃત્ત કર્મચારી પુત્રને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ કેવી રીતે અપાવી શકે તેની નાણાકીય તપાસ થવી જોઈએ.

NEET વિરોધ અને CJP ફંડિંગનો વિવાદ

આ સમગ્ર મામલો NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા CJP કાર્યકર્તાઓને મળતી કાનૂની સહાય અને 1 કરોડ રૂપિયાના લીગલ ડિફેન્સ ફંડ સાથે જોડાયેલો છે. RTI કાર્યકર્તાએ CJPના રજિસ્ટ્રેશન અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના ફંડ પર 18% GSTના ચૂકવણા અંગે પણ તપાસની માંગ કરી છે.