ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનને કેટલું નુકસાન? સરકારે એક્સપર્ટ્સને આગળ કરી આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ethanol Blended Petrol Mileage : સામાન્ય વાહન ચાલકોના મનમાં સૌથી મોટો સવાલ એ જ ચાલી રહ્યો છે કે, શું ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલથી તેમની ગાડીની માઇલેજ ઓછી થઈ રહી છે? શું આ તેમના મોંઘા વાહનના એન્જિનને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ આપવા માટે સરકાર તરફથી એક સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં દેશના ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટે ખૂલીને વાત કરી. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL)ના પૂર્વ સીએમડી વર્તિકા શુક્લાએ એ વાત પર ભાર મૂક્યો કે, દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગનો નિર્ણય રાતોરાત કે વિચાર્યા વગર લેવામાં આવ્યો નથી. આ સંપૂર્ણપણે એક માપેલું પગલું છે, જેને મોટા રિસર્ચ અને એક્સપેરિમેન્ટ પછી જ દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે.
તો આખરે માઇલેજ પર કેટલો પ્રભાવ પડે છે?
મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ સવાલનો જવાબ આપતા કહ્યું કે, E20 ઇંધણથી કારની માઇલેજ પર ફરક પડે છે, પરંતુ તે ખૂબ ઓછો હોય છે. કારમાં જ્યારે E10 થી E20 ઇંધણ ભરવામાં આવે છે, ત્યારે માઇલેજ ઓછી થાય છે, પરંતુ માત્ર 3.3 ટકા જ માઇલેજ ઓછી થાય છે.
એન્જિન પર કોઈ અસર નહીં
આ સાથે જ, એક્સપર્ટે એન્જિનની સેફ્ટીને લઈને પણ ચિત્ર સ્પષ્ટ કર્યું. અત્યારના સમયમાં મળી રહેલું E20 ફ્યુઅલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ મોર્ડન BS-6 એન્જિનની સાથે-સાથે જૂના એન્જિનો માટે પણ સંપૂર્ણપણે અનુકૂળ છે. તેનાથી એન્જિનની લાઇફ કે પરફોર્મન્સ પર કોઈ ખરાબ અસર પડતી નથી, કારણ કે તેમાં હજી પણ 80 ટકા ફોસિલ ફ્યુઅલ (અશ્મિભૂત ઇંધણ) જ હોય છે.
'કરોડો કારોનું ટેસ્ટિંગ થયું'
મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ કહ્યું, 'બજારમાં ચાલી રહેલી આશંકાઓને જોતા અમે તેનું કડક ટેસ્ટિંગ કર્યું છે, અને અમને કોઈ સમસ્યા મળી નથી. વર્ષ 2023માં E20 ઇંધણ જરૂરી કરવામાં આવ્યું હતું, તેના બે વર્ષ પછી, 2026માં અમે ટોટલ 2.84 કરોડ કારોનું સર્વિસિંગ કર્યું. આમાંથી 1.5 કરોડથી વધુ કારો 3 વર્ષથી વધુ જૂની હતી. આ બધી કારોમાં E20 ફ્યુઅલની કોઈ પણ નેગેટિવ અસર જોવા મળી નથી.'
સરકારનું ટેસ્ટિંગ અને ભવિષ્યનો રોડમેપ
આ મુહિમમાં કદમથી કદમ મિલાવતા ટોયોટાના કન્ટ્રી હેડ, વિક્રમ ગુલાટીએ પણ સરકાર અને ઇન્ડસ્ટ્રીની તૈયારીઓને સામે રાખી. ગુલાટીએ જણાવ્યું કે, સરકારે 2021માં એક વિશેષ કમિટીના નિર્ણય પછી ખૂબ જ કડક ટેસ્ટિંગ બાદ જ E20 તરફ આગળ વધવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, સરકાર અને ઓટો કંપનીઓ અહીં જ અટકવાની નથી. આવનારા સમયનો રોડમેપ આ જ પ્રકારના ટેસ્ટિંગ અને એક્ટિવિટીઝથી નક્કી થશે. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, હવે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E85ને પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.









