India

VIDEO : PM આવાસ બહાર પ્રદર્શનકારીઓ હટાવાયા, રાહુલ-પ્રિયંકાને અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ જવાયા

By GS Team
21 Jul 20266 mins read
TukuTouch Logo
દિલ્હીમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે સહિતના કોંગ્રેસ નેતાઓ PM આવાસ નજીક ધરણા પર બેઠા. વિપક્ષે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. રાહુલ-પ્રિયંકા ઘાયલ વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે PM મોદી અને અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : PM આવાસ બહાર પ્રદર્શનકારીઓ હટાવાયા, રાહુલ-પ્રિયંકાને અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ જવાયા

Congress Protest in Delhi : દિલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત PM આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

દિલ્હીમાં કોંગ્રેસના ધરણાં અંગે LIVE અપડેટ…

  • રાહુલ ગાંધી મોડેલ ટાઉન અને પ્રિયંકા ગાંધીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવાયા : પોલીસે વડાપ્રધાન આવાસ બહારથી ભીડને હટાવી દીધી હતી અને રાહુલ ગાંધીને મોડેલ ટાઉન તેમજ પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડ્ડાને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. તમામ પ્રમુખ નેતાઓને અલગ-અલગ સ્થળે લઈ જવાયા છે, જ્યારે દિલ્હી પોલીસ મુખ્યાલયના દરેક ગેટ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
  • દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર ચાલી રહેલા ધરણાં ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે..
  • દિલ્હી ખાતે LJP સાંસદ અરુણ ભારતીએ જણાવ્યું હતું કે, વિપક્ષ સંસદમાં સરકારની નીતિઓ સામે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. જોકે, વડાપ્રધાનના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવું એ દર્શાવે છે કે તેઓ માત્ર ડ્રામા કરવા માંગે છે.
  • કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ જ રહેશે.
  • CJP પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ આશુતોષ રાંકા અને દીપક બાલિયાન સાથે રાત્રે 8 વાગ્યે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે.
  • પોલીસે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓની અટકાયત કરીને ધરણાસ્થળને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે.
  • દિલ્હીમાં કોંગ્રેસના ધરણા : રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, પોલીસની ટીમ રાહુલ ગાંધીને ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.
  • રાહુલ ગાંધીની યુવાઓને અપીલ : PM આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર સામે હુમલો બોલ્યો છે. તેમણે લખ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વિના અને કોઈ પરિણામ ભોગવ્યા વિના બચી જશે, પરંતુ તેઓ એવું નહીં કરી શકે, આ વખતે તો બિલકુલ નહીં.' દેશવાસીઓને સમર્થન આપવા અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, 'હું એ દરેક દેશભક્ત ભારતીયને અપીલ કરું છું જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ - તેઓ વડાપ્રધાન આવાસ સામે આપણા ધરણામાં જોડાય. ભારતના વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદાજ કરી શકાય નહીં.'
  • આપ રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી. પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે કહ્યું કે, 'મોદીજીને પોતાના સંતાનો નથી, એટલે તેમને બાળકની કિંમત શું હોય તેની ખબર નથી. આ તમામ આપણા બાળકો છે અને બાળકોને આ રીતે મારવા યોગ્ય નથી.' વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધવા અંગે તેમણે ઉમેર્યું હતું કે, 'હું વિદ્યાર્થીઓને મક્કમ રહેવા કહેવા માંગુ છું, કારણ કે મોટામાં મોટા સરમુખત્યારને પણ જનતા સામે ઝૂકવું જ પડે છે.'
  • પ્રદર્શનમાં કેરળના વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીશન અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ જોડાયા છે.
  • NCP (શરદ પવાર જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલે CJPના પ્રદર્શનમાં સામેલ થવા જંતર-મંતર પહોંચ્યા હતા. તેમણે ત્યાં ઉપસ્થિત પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી તેમના હાલચાલ જાણ્યા હતા.
  • દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનમાં વિપક્ષી નેતાઓની હાજરી સતત વધી રહી છે. શરદ પવાર બાદ હવે અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને મળ્યા હતા.
  • દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં વંચિત બહુજન આઘાડીએ 23 જુલાઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. પક્ષપ્રમુખ પ્રકાશ આંબેડકરે તમામ નાગરિકો અને સંગઠનોને શાંતિપૂર્ણ બંધમાં જોડાવા અપીલ કરી છે.
  • દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા CJPના પ્રદર્શનમાં દિગ્ગજ નેતા શરદ પવાર હાજર રહ્યા હતા. તેમણે સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી.
  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ધરણા સ્થળે પહોંચ્યા. તેઓ ખડગે સાથે વાત કરીને દેખાવો શાંત કરવા મનાવી રહ્યા છે.
  • વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન નજીક ધરણા બાદ RAFના જવાનો તહૈનાત
  • લોક કલ્યા માર્ગ પર દેખાવો કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત
  • PM નિવાસસ્થાનની બહાર ‘રાજીનામું આપો, રાજીનામું આપો’ના સૂત્રોચ્ચાર
  • અટકાયત બાદ કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ ચરણજીત સિંહે કહ્યું, ‘ભાજપ વિદ્યાર્થીઓની વાતો સાંભળતી નથી, આ ભાજપનો આતંક છે.’
  • કોંગ્રેસ સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ દેખાવો દરમિયાન કહ્યું, ‘જો સાંસદો સાથે આવો વ્યવહાર કરાઈ રહ્યો છે, તો વિચારો વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું હશે.’
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ હાથ બાંધીને બંને હાથ ઉપર ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
  • કોંગ્રેસે સત્તાવાર એક્સ હેન્ડર પર કહ્યું કે, અમારી પાર્ટી વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી બાદ રસ્તા પર ઉતરી છે અને વડાપ્રધાન, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી રહી છે. પોસ્ટમાં કોંગ્રેસે લખ્યું છે કે, ‘રાજીનામું આપો… રાજીનામું આપો… કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ સાંસદો અને નેતાઓએ વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વડાપ્રધાન, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જ પડશે.’

7 કિલોમીટરની પેદલ માર્ચ અને વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પેદલ માર્ચ કાઢી હતી. અગાઉ જંતર-મંતરથી સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના પણ અહેવાલ છે.

હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત

પોલીસ કાર્યવાહીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે RML હોસ્પિટલ પહોંચીને ઘાયલ યુવાનોના હાલચાલ પૂછ્યા હતા. નેતાઓએ વચગાળામાં વેન્ટિલેટર સપોર્ટ પર રહેલી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીના માતા સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાન અને ગૃહ મંત્રીના રાજીનામાની માંગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિરોધ દર્શાવતા અને સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'અમે ગઈકાલે વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા પર વડાપ્રધાન મોદી પાસે જવાબ માંગવા માટે તેમના ઘર સુધી માર્ચ કરી રહ્યા છીએ. દેશના યુવાનોનું ભવિષ્ય બગાડવા માટે વડાપ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.'

વિપક્ષી નેતાઓની માંગ અને સંસદમાં ચર્ચા

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'અમે સદનમાં ચર્ચા કરવા માંગીએ છીએ, પરંતુ વિપક્ષને બોલવા દેવામાં આવતો નથી. બાળકોની વાત સાંભળવામાં આવે અને શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે.' રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ચર્ચા માટે અપીલ કરાઈ હતી, પરંતુ તેમણે કહ્યું કે ચર્ચા માટે પણ સરકારી મંજૂરી લેવી પડશે.

અન્ય પક્ષોનો વિરોધ અને સરકારનું મૌન

સોમવારથી જ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે. સોમવારે રાત્રે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલમાં જઈને દર્દીઓની મુલાકાત લીધી હતી, પરંતુ કોઈપણ માંગ પર લેખિત ખાતરી આપી નહોતી. કોંગ્રેસના આ ધરણા પ્રદર્શન અંગે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Live Updates
21 Jul 2026 | 02:46 PM

રાહુલ ગાંધી મોડેલ ટાઉન અને પ્રિયંકા ગાંધીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવાયા

નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી કથિત કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે અને ડી.કે. શિવકુમાર સહિતના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. પોલીસે વડાપ્રધાન આવાસ બહારથી ભીડને હટાવી દીધી હતી અને રાહુલ ગાંધીને મોડેલ ટાઉન તેમજ પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડ્ડાને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. તમામ પ્રમુખ નેતાઓને અલગ-અલગ સ્થળે લઈ જવાયા છે, જ્યારે દિલ્હી પોલીસ મુખ્યાલયના દરેક ગેટ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

21 Jul 2026 | 02:01 PM

PM આવાસ બહાર વિરોધ માત્ર ડ્રામા: LJP સાંસદ અરુણ ભારતી

દિલ્હી ખાતે LJP સાંસદ અરુણ ભારતીએ જણાવ્યું હતું કે, વિપક્ષ સંસદમાં સરકારની નીતિઓ સામે પોતાનો અવાજ ઉઠાવી શકે છે. જોકે, વડાપ્રધાનના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવું એ દર્શાવે છે કે તેઓ માત્ર ડ્રામા કરવા માંગે છે.

21 Jul 2026 | 01:53 PM

શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી પ્રદર્શન ચાલુ રાખવાની પ્રિયંકા ગાંધીની જાહેરાત

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી તેમનું ધરણા પ્રદર્શન ચાલુ જ રહેશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. જ્યાં સુધી આ સમગ્ર મુદ્દે સરકાર જવાબદારી નક્કી કરીને શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં લે, ત્યાં સુધી વિપક્ષ આ મુદ્દાને છોડશે નહીં અને પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.

21 Jul 2026 | 01:52 PM

પોલીસે ધરણાં સ્થળ ખાલી કરાવ્યું

દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓની અટકાયત કરી લીધી છે. નેતાઓની અટકાયત કર્યા બાદ પોલીસે આખા પ્રદર્શન સ્થળને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે.

21 Jul 2026 | 01:48 PM

દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર CJPના સભ્યો દ્વારા રાત્રે 8 વાગ્યે શાંતિપૂર્ણ ધરણાની વિનંતી

CJPના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું છે કે તેઓ આશુતોષ રાંકા અને દીપક બાલિયાન સાથે મળીને આજે રાત્રે 8 વાગ્યે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેસશે. વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં અને વિરોધ નોંધાવવાના ભાગરૂપે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ પોલીસ અને સરકાર સમક્ષ મૂકશે.

21 Jul 2026 | 01:25 PM

દિલ્હીમાં કોંગ્રેસના ધરણા : રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત

દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાન નજીક ધરણા કરી રહેલા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિત અનેક કોંગ્રેસ નેતાઓની અટાકાયત કરાઈ.

દિલ્હીમાં કોંગ્રેસના ધરણા : રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત
21 Jul 2026 | 12:21 PM

યુવાનોનો અવાજ દબાવી નહીં શકાય : PM આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની યુવાઓને અપીલ

PM આવાસ બહાર ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર સામે હુમલો બોલ્યો છે. તેમણે લખ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વિના અને કોઈ પરિણામ ભોગવ્યા વિના બચી જશે, પરંતુ તેઓ એવું નહીં કરી શકે, આ વખતે તો બિલકુલ નહીં.' દેશવાસીઓને સમર્થન આપવા અપીલ કરતા તેમણે ઉમેર્યું હતું કે, 'હું એ દરેક દેશભક્ત ભારતીયને અપીલ કરું છું જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ - તેઓ વડાપ્રધાન આવાસ સામે આપણા ધરણામાં જોડાય. ભારતના વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદાજ કરી શકાય નહીં.'

21 Jul 2026 | 12:13 PM

અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં જંતર-મંતર પર પહોંચ્યા

આપ રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જંતર-મંતર પર પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી. પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે કહ્યું કે, 'મોદીજીને પોતાના સંતાનો નથી, એટલે તેમને બાળકની કિંમત શું હોય તેની ખબર નથી. આ તમામ આપણા બાળકો છે અને બાળકોને આ રીતે મારવા યોગ્ય નથી.' વિદ્યાર્થીઓ પર એફઆઈઆર નોંધવા અંગે તેમણે ઉમેર્યું હતું કે, 'હું વિદ્યાર્થીઓને મક્કમ રહેવા કહેવા માંગુ છું, કારણ કે મોટામાં મોટા સરમુખત્યારને પણ જનતા સામે ઝૂકવું જ પડે છે.'