India

ઝારખંડમાં સરકારી કર્મચારીઓની નિમણૂકો રદ કરવા પર હાઈકોર્ટનો સ્ટે

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી પછી ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન સામે ઝુકી જતાં સોરેન સરકારે ૨૦૧૪થી અત્યાર સુધીની જેપીએસસી પરીક્ષા અને તેના આધારે થયેલી ભરતીઓ રદ કરી દીધી હતી. જોકે, ઝારખંડ હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારના આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે ફૂડ સેફ્ટી અધિકારીઓની નિમણૂકો રદ કરવાના આદેશ પર પણ સ્ટે મૂક્યો છે. બીજીબાજુ દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવકારો પર પોલીસના લાઠીચાર્જ અને પેલેટ ગનથી હુમલાની તપાસ મુદ્દે પૂર્વ જજ સુભાષ રેડ્ડીના નેતૃત્વમાં એક સમિતિ બનાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડમાં સરકારી કર્મચારીઓની નિમણૂકો રદ કરવા પર હાઈકોર્ટનો સ્ટે

નવી દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી પછી ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન સામે ઝુકી જતાં સોરેન સરકારે ૨૦૧૪થી અત્યાર સુધીની જેપીએસસી પરીક્ષા અને તેના આધારે થયેલી ભરતીઓ રદ કરી દીધી હતી. જોકે, ઝારખંડ હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારના આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે ફૂડ સેફ્ટી અધિકારીઓની નિમણૂકો રદ કરવાના આદેશ પર પણ સ્ટે મૂક્યો છે. બીજીબાજુ દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવકારો પર પોલીસના લાઠીચાર્જ અને પેલેટ ગનથી હુમલાની તપાસ મુદ્દે પૂર્વ જજ સુભાષ રેડ્ડીના નેતૃત્વમાં એક સમિતિ બનાવી છે.
ઝારખંડના જેપીએસસી અને જેએએસસીની પરીક્ષાઓમાં ગેરરીતિ મુદ્દે હેમંત સોરેન સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિદ્યાર્થીઓના આંદોલન પછી ૨૦૧૪થી અત્યાર સુધીની પરીક્ષાઓ અને તેના આધારે થયેલી ભરતી રદ કરવાનો સોરેન સરકારે નિર્ણય કર્યો હતો. જોકે, હવે ઝારખંડ હાઈકોર્ટમાં ન્યાયાધીશ દીપક રોશનની બેન્ચે ત્રણ અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરતા પરીક્ષાઓ રદ કરવાના ૧૮ ઓગસ્ટના નોટિફિકેશન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે સરકારને આ મામલે જવાબ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. આ સાથે આગામી સુનાવણી ૧૫ સપ્ટેમ્બરે નિર્ધારિત કરી છે. હાઈકોર્ટના આદેશથી ૪૫૦થી વધુ ઉમેદવારોને રાહત મળી છે.
અરજદારોએ દાવો કર્યો હતો કે, ૧૧મીથી ૧૩મી જેપીએસસી મારફત થયેલી નિમણૂકો અને ફૂડ સેફ્ટી અધિકારીની નિમણૂકો રદ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ છે, તેથી આ નોટિફિકેશન પર સ્ટે મૂકવો જોઈએ.
દરમિયાન દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ જંતર-મંતર પર દેખાવો સમયે પોલીસ દ્વારા દેખાવકારો પર લાઠીચાર્જ અને પેલેટ ગન ચલાવવા અંગે સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે. દેખાવકારો પર પોલીસ ફોર્સ, અર્ધલશ્કરી દળોની આકરી કાર્યવાહીની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીના નેતૃત્વમાં આ સમિતિ પોલીસ કાર્યવાહીની સમીક્ષા કરશે. સમિતિના અન્ય સભ્યોમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શાલિંદર કૌર, સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા તથા મેઘાલયના પૂર્વ ડીજીપી બિશ્નોઈનો સમાવેશ કરાયો છે.
આ સમિતિ કોકરોચ જનતા પાર્ટીના ૨૦ માર્ચે સંસદ ચલો આંદોલન સમયે પેલેટ ગન, ઈલેક્ટ્રિક ગન, લાઠી ચાર્જ અને ટીયર ગેસનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરવાની તપાસ કરશે. આ સિવાય મહિલા દેખાવકારો સાથે પોલીસની કથિત હિંસા, ભીડને કાબૂ કરવાની રીતો પર પણ પૂછપરછ કરાશે.