India

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે કરાઈ બસ વ્યવસ્થા, ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર

By GS Team
6 Jul 20264 mins read
TukuTouch Logo
ભારે વરસાદને કારણે મુંબઈ ડિવિઝનના સફાલે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ભિલાડ, સંજાણ, વાપી, વલસાડ, નવસારી સહિત વિવિધ સ્ટેશનો પરથી 10+ બસોની વ્યવસ્થા કરી છે. અમદાવાદ સ્ટેશન પર પાણી અને નાસ્તો અપાયો છે. કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ અને ડાયવર્ટ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે કરાઈ બસ વ્યવસ્થા, ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર

Due To Heavy Rain Western Railway Starts Special Buses :પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સફાલે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી રેલ વ્યવહાર ખોરવાયો છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ અગ્રિમતા આપતા પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્ટેશનો પર વ્યાપક રાહત અને સહાયતાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ:
અમદાવાદ સ્ટેશન: મુસાફરોને પીવાનું પાણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે.

હેલ્પ ડેસ્ક: મુસાફરોને જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવા માટે હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવ્યા છે.

ખાસ બસ સેવા: અટવાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વિવિધ સ્ટેશનોથી વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

કઈ કઈ બસ સેવાની કરાઈ વ્યવસ્થા?

ભિલાડ: 2 બસો બોરીવલી માટે અને 1 બસ વાપી માટે.

સંજાણ: 1 બસ મુંબઈ માટે.

વાપી: 2 બસો મુંબઈ માટે ઓપરેટ કરવામાં આવી છે, જ્યારે 3 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વલસાડ: 2 બસો મુંબઈ માટે.

નવસારી: 3 બસો મુંબઈ માટે.

આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વાપી, સુરત અને વલસાડથી પણ મુસાફરોની સુવિધા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભોજન વ્યવસ્થા: વલસાડ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન (VIA) દ્વારા અંદાજે 200 મુસાફરો માટે ચા અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રભાવિત ટ્રેનોની વિગતવાર માહિતી:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 12934 (અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ): તારીખ 06.07.2026ના રોજ વલસાડ સ્ટેશને શોર્ટ ટર્મિનેટ (યાત્રા પૂર્ણ) કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 12933 (બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ) તારીખ 06.07.2026 ના રોજ વલસાડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (યાત્રા શરૂ) થશે.

ટ્રેન નંબર 12479 (જોધપુર–બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ તારીખ 05.07.2026) વાપી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ (યાત્રા પૂર્ણ) કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 12480 (બાંદ્રા ટર્મિનસ–જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ) તારીખ 06.07.2026 ના રોજ વાપીથી શોર્ટ ઓરિજિનેટ (યાત્રા શરૂ) થશે.

ટ્રેન નંબર 12932 (અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ સુરત સ્ટેશને શોર્ટ ટર્મિનેટ (યાત્રા પૂર્ણ) કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 12931 (મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ) તારીખ 06.07.2026 ના રોજ સુરતથી શોર્ટ ઓરિજિનેટ (યાત્રા શરૂ) કરાઈ છે.

ટ્રેન નંબર 12990 (અજમેર–દાદર એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ તારીખ 05.07.2026) નવસારી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 12989 (દાદર–અજમેર એક્સપ્રેસ) તારીખ 06.07.2026 ના રોજ નવસારીથી શોર્ટ ઓરિજિનેટ થશે.

ટ્રેન નંબર 22962 (અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ વાપી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને ટ્રેન નંબર 22961 (મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ) વાપીથી શોર્ટ ઓરિજિનેટ થશે.

ટ્રેન નંબર 82902 (અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ બિલીમોરા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, અને આ જ ટ્રેન બિલીમોરાથી શોર્ટ ઓરિજિનેટ થશે.

ટ્રેન નંબર 20908 (ભુજ–દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ તારીખ 05.07.2026) સુરત સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 20907 (દાદર-ભુજ એક્સપ્રેસ) સુરતથી શોર્ટ ઓરિજિનેટ થશે.

ટ્રેન નંબર 19016 (પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ): તારીખ 05.07.2026 ના રોજ બિલીમોરા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, અને ટ્રેન નંબર 19016 (દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) તારીખ 07.07.2026 ના રોજ બિલીમોરાથી શોર્ટ ઓરિજિનેટ થશે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 19015 (દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 22915 (બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર 22923 (બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ રદ રહેશે.

મધ્ય રેલવેમાં ભૂસ્ખલનને કારણે ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 22920 (અમદાવાદ–ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ) : (યાત્રા પ્રારંભ: 06.07.2026) સુરત–પાલધી–જલગાંવ–મનમાડ–દૌંડ થઈને દોડશે.

ટ્રેન નંબર 11092 (પુણે–ભુજ એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 06.07.2026) દૌંડ–મનમાડ–જલગાંવ–પાલધી–સુરત થઈને દોડશે.

ટ્રેન નંબર 12298 (પુણે–અમદાવાદ દુરંતો એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 06.07.2026) દૌંડ કોર્ડ–મનમાડ–ઇગતપુરી–કલ્યાણ થઈને દોડશે.

ટ્રેન નંબર 09420 (તિરુચિરાપલ્લી–અમદાવાદ સ્પેશિયલ): (યાત્રા પ્રારંભ: 05.07.2026) દૌંડ–મનમાડ–જલગાંવ–પાલધી–સુરત થઈને દોડશે.

ટ્રેન નંબર 20953 (ચેન્નાઈ સેન્ટ્રલ–અમદાવાદ એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 05.07.2026) દૌંડ–મનમાડ–જલગાંવ–પાલધી–સુરત થઈને દોડશે.

ટ્રેન નંબર 22717 (રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 06.07.2026) સુરત–પાલધી–જલગાંવ–મનમાડ–દૌંડ થઈને દોડશે.

ટ્રેન નંબર 16531 (અજમેર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 06.07.2026) સુરત–પાલધી–જલગાંવ–મનમાડ–દૌંડ થઈને દોડશે.

ટ્રેન નંબર 20495 (જોધપુર-હડપસર એક્સપ્રેસ): (યાત્રા પ્રારંભ: 05.07.2026) સુરત–પાલધી–જલગાંવ–મનમાડ–દૌંડ થઈને દોડશે.

ટ્રેન નંબર 20924 (ગાંધીધામ-તિરુનેલવેલી એક્સપ્રેસ): તારીખ 06.07.2026 ના રોજ સુરત–પાલધી–જલગાંવ–મનમાડ થઈને દોડશે.

અપીલ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનની નવીનતમ સ્થિતિ જાણવા માટે રેલવેના સત્તાવાર માધ્યમો અને હેલ્પલાઇનનો ઉપયોગ અવશ્ય કરે.