India

મસ્કતમાં 15 કલાક કામ કરવું પડતું માર પડતો : પૂરૂં ખાવા પણ ન મળતું

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદની 26 વર્ષીય શબનમ બેગમને મોટા પગારની લાલચ આપી મસ્કત મોકલાઈ હતી. ત્યાં 12-15 કલાક કામ, મારઝૂડ અને અપૂરતા ભોજનનો ત્રાસ સહન કરવો પડ્યો. એજન્ટે પાસપોર્ટ પણ લઈ લીધો હતો. ત્રણ મહિના પછી તે ભારતીય દૂતાવાસ પહોંચી. દૂતાવાસે મસ્કતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો અને શબનમને મોકલનાર એજન્ટની ધરપકડ કરાવી. ગલ્ફ દેશોમાં જતા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કતમાં 15 કલાક કામ કરવું પડતું માર પડતો : પૂરૂં ખાવા પણ ન મળતું

નવી દિલ્હી: હૈદરાબાદની ૨૬ વર્ષની યુવતી શબનમ બેગમે આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે તેને એક સ્થાનિક રીક્રુટમેન્ટ એજન્ટે મોટા પગારની મોટી મોટી વાતો કરી લલચાવી મસ્કત મોકલી તેની કરૂણ કથની કહેતાં અમજદ ઉલ્લા ખાને કહ્યું હતું કે તેને ૨૦૦ ઓમાનીરીયાલ (આશરે રૂ. ૫૦,૦૦૦)નો દર મહીને પગાર મળશે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી શબનમની કરૂણ કથની શરૂ થઇ હતી. તે એપ્રિલમાં ત્યાં પહોંચી તો તેને ૧૨થી ૧૫ કલાક કામ કરવું પડતું. કામમાં જરા પણ કસૂર રહી જાય તો માર પડતો, ઘણીવાર સખ્ત માર પડતો ઉપરથી પૂરૂ ખાવાનું પણ મળતું નહીં. પગાર માગીએ તો પણ માર પડે. ત્રણ મહિના સુધી તેણે આ ત્રાસ સહન કર્યો.
તેવામાં એક દિવસ લાગ મળાતાં તે ઘરમાંથી છટકી ગઇ અને ભારતીય દૂતાવાસમાં પહોંચી ગઈ.
આ શબનમ બેગમની મુશ્કેલી તો તે હતી કે તેને મસ્કત મોકલનાર એજન્ટે તેનો પાસપોર્ટ પણ લઇ લીધો હતો. તે દૂતાવાસના અધિકારીઓ સમક્ષ રડી પડી. તેઓએ તેને સાંત્વન આપ્યું અને તેને પૂરતું ભોજન વગેરે આપવાની પણ વ્યવસ્થા કરી. આ પછી ભારતીય રાજદૂતે મસ્કતનાં વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો, અને તેઓએ કડક શબ્દોમાં કહ્યું કે અહીં આવતા ભારતીયોની અહીં જે ખરાબ હાલત થાય છે તે થવી જ ન જોઇએ. મસ્કતનાં વિદેશ મંત્રાલયે પણ ભારતીય રાજદૂતની વાત સ્વીકારી.
બીજી તરફ તે યુવતીને મોટાં મોટાં વચનો આપી મસ્કત મોકલનાર એજન્ટનું નામ ઠામ જે પેલી યુવતીએ આપ્યું હતું તે નવી દિલ્હીને જણાવ્યું. નવી દિલ્હીએ તેની ધરપકડ કરાવી.
ટૂંકમાં કેરળ અને તામિલનાડુ સહિત કેટલાયે વિસ્તારોમાંથી ગલ્ફ કન્ટ્રીઝમાં સોનાના મોરલા ઉડશે તેવી આશાએ જનારા સૌ કોઈએ ચેતી જવાની જરૂર છે. તેવું પણ જાણવા મળ્યું છે કે આ યુવતીઓ પૈકી લગભગ તમામ યુવતીઓ તેમના આરબ શેઠોના હવસનો ભોગ બને છે, તે બધા તેમ જ માને છે કે યુવતીઓ ઉપર બળાત્કાર કરવાનો તેમનો વણ લખ્યો અધિકાર છે.