હમાસ અને હુથીઓ બાળકોને આતંકી બનાવી હથિયારોની તસ્કરી કરાવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : આતંકી સંગઠનો હુથીઓ અને હમાસને લઇને એક રિપોર્ટમાં મોટો ખુલાસો કરાયો છે. જેમાં જણાવાયું છે કે ગાઝામાં હમાસ હથિયારોની તસ્કરી માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે યમનમાં હુથીઓ પોતાના સંગઠનમાં બાળકોને પણ હથિયારોની તાલીમ આપી રહ્યું છે, બાળકોની ઇચ્છા વિરુદ્ધ ભરતી કરવામાં આવી રહી છે.
ઇઝરાયેલના સૈન્ય દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે દાવો કર્યો છે કે ગાઝામાં હમાસ હજુ પણ સક્રિય છે અને બાળકો, સગીર વયનાનો ઉપયોગ હથિયારોની તસ્કરીમાં કરી રહ્યું છે. ઇઝરાયેલ સૈન્યએ જાહેર કરેલા નિવેદનમાં દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાય છે કે હમાસનો આતંકવાદી એક બાળકના હાથમાં હથિયાર આપી રહ્યો છે, બન્ને જઇ રહ્યા છે. હમાસ બાળકોનો ઉપયોગ હ્યૂમન શીલ્ડ તરીકે કરી રહ્યું છે. આવુ કરીને હમાસ ઇઝરાયેલી સૈન્યના હુમલાથી બચવા માગે છે.
૭ ઓક્ટોબર ૨૦૨૩ના ઇઝરાયેલની એક મહિલાનું અપહરણ કરનારા આતંકવાદીને ઇઝરાયેલે ઠાર કર્યો હતો.
બીજી તરફ યમનમાં પણ હુથીઓ બાળકોને આતંકવાદી બનાવી રહ્યા હોવાનો માનવ અધિકાર સંસ્થાઓએ દાવો કર્યો છે. સિવિલ સોસાયટી સંગઠનોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હુથીઓના હુમલાને કારણે આમ નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હુથીઓ રહેણાંકના વિસ્તારોમાં પણ હુમલા કરી રહ્યા છે.
હાલમાં બાળકો આ ઘર્ષણનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. બાળકોને યુદ્ધ લડવા માટે હથિયારોની તાલિમ આપવામાં આવી રહી છે. બાળકોની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી તેમની ભરતી કરવામાં આવી રહી છે.




