ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં બઢતી!: કોલેજિયમે કરી નામની ભલામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Collegium Recommends 3 Judges: ગુજરાતના ન્યાયિક ક્ષેત્ર માટે એક અતિ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. 28 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલી સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જસ્ટિસ તરીકે પદોન્નત (એલિવેટ) કરવાની ભલામણ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ તરીકે બનાવી ઓળખ
મૂળ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જુલાઈ 2023 માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ચીફ જસ્ટિસ પદ સંભાળનારા બીજા મહિલા જજ બન્યા હતા. 1989 માં અવધ યુનિવર્સિટીમાંથી લો (Law) ની ડિગ્રી મેળવ્યા બાદ, તેમણે 1990 માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ તથા બંધારણીય ક્ષેત્રે દીર્ઘ સમય સુધી વ્યાપક પ્રેક્ટિસ કરી હતી.
એક દાયકાથી વધુની તેજસ્વી ન્યાયિક કારકિર્દી
જસ્ટિસ અગ્રવાલની નવેમ્બર 2011 માં અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નતિ થઈ હતી અને ઓગસ્ટ 2013 માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. એક દાયકાથી વધુ સમયની તેમની તેજસ્વી ન્યાયિક કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદાઓ પર અનેક સીમાચિહ્નરૂપ અને મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.
અન્ય બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નામની પણ ભલામણસુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલની સાથે અન્ય બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ સર્વોચ્ચ અદાલતમાં પદોન્નત કરવા ભલામણ કરી છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહના નામનો સમાવેશ થાય છે. કોલેજિયમની આ ભલામણ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા વિધિવત મંજૂરી આપ્યા પછી તેમના નામનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.





