'સરકાર નક્કી નથી કરી શકતી ખાંડના ભાવ', વધતા ભાવ પર બોલ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari Sugar Price Statement: છેલ્લા કેટલાક મહિનાઓથી ખાંડના ભાવ ઝડપથી વધી રહ્યા હતા, જેને લઈને જનતાથી લઈને વિપક્ષ સુધીના લોકો સરકારને તેના માટે જવાબદાર ગણાવી રહ્યા હતા. જોકે, હવે ખાંડની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડના વધતા ભાવ અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સરકાર ખાંડના ભાવ નક્કી કરતી નથી. તાજેતરમાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ (NFCSF) ના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત રાજ્યના મંત્રીઓ અને ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ખાંડ માટે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) વધારવાની માંગ કરી હતી. જેનો જવાબ આપતાં ગડકરીએ આ વાત કહી છે.

શું બોલ્યા ગડકરી?
આ માંગ પર જવાબ આપતાં ગડકરીએ કહ્યું કે, 'હવે આપણે ગ્લોબલ ઈકોનોમીમાં છીએ, અને આવી ઈકોનોમીમાં કોઈ પણ સરકાર એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ભાવ નક્કી કરી શકતી નથી, ભલે તે એવું કરવા ઈચ્છતી હોય. ખાંડના ભાવ બ્રાઝિલમાં નક્કી થાય છે, મકાઈના ભાવ અમેરિકા નક્કી કરે છે, અને પામ ઓઈલની કિંમતો મલેશિયા નક્કી કરે છે. તેથી જ, જે લોકો અત્યારે વિપક્ષમાં છે, તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતો માટે આવા ભાવોની માંગ કરે છે, પરંતુ જ્યારે તેઓ પોતે સત્તામાં હોય છે, ત્યારે કંઈ કહી શકતા નથી. બોલવું સરળ છે, પરંતુ તેને અમલમાં મૂકવામાં વ્યવહારુ મુશ્કેલીઓ આવે છે.'
ક્યારે ઘટે છે ખાંડના ભાવ?
ગડકરીએ ખાંડના ભાવ ઘટવા અંગે આગળ સમજાવ્યું કે, 'બ્રાઝિલમાં જમીનનો એક ટુકડો લગભગ 2 હજારથી 3 હજાર એકરનો હોય છે. તેમની પાસે ખૂબ જ જમીન છે અને તેઓ મશીનોનો ઉપયોગ કરે છે. ત્યાં ખાંડ બનાવવાનો ખર્ચ ₹23 પ્રતિ કિલો આવે છે, જ્યારે આપણો ખર્ચ ઓછામાં ઓછો ₹33-34 પ્રતિ કિલો થાય છે. જો બ્રાઝિલમાં ખાંડનો એક્સ્ટ્રા સ્ટોક હોય, તો ભારતમાં કિંમતો આપોઆપ ઘટી જાય છે.'
માત્ર ખાંડ બનાવીને કમાણી કરવી પૂરતી નથી
આટલું જ નહીં, ગડકરીએ એમ પણ કહ્યું કે, ખેડૂતો માટે માત્ર ખાંડ બનાવીને કમાણી કરવી પૂરતી નથી. સુગર ઈન્ડસ્ટ્રીએ પોતાની કમાણી વધારવા માટે શેરડીમાંથી નીકળતી બીજી બાય-પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન આપવું પડશે. આમાં શેરડીનો કચરો (બગાસ), બાયોમાસમાંથી બનતી પ્રોડક્ટ્સ અને જૈવિક ખાતર સામેલ છે. આ વસ્તુઓથી ખેડૂતો અને સુગર ઈન્ડસ્ટ્રીને વધુ આવક મળી શકે છે.




