India

કુદરતી આફતો, કોરોનાથી લઈને 9/11ના હુમલા સુધી, કોણ છે બાબા વેંગા જેમની ભવિષ્યવાણીઓ ઠરી સાચી

By GS Team
26 Sep 20264 mins read
TukuTouch Logo
બલ્ગેરિયાના પ્રખ્યાત મહિલા ભવિષ્યવેત્તા 'બાબા વેંગા'એ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી છે. 12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવ્યા બાદ તેમને ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી. તેમની ઘણી આગાહીઓ જેવી કે, 2004 અને 2024 ની સુનામી, ઓબામાનું રાષ્ટ્રપ્રમુખ બનવું, 2021માં તીડનો આતંક, 2022માં એશિયામાં પૂર અને 2019-2020માં જીવલેણ વાયરસ (કોરોના)ની ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુદરતી આફતો, કોરોનાથી લઈને 9/11ના હુમલા સુધી, કોણ છે બાબા વેંગા જેમની ભવિષ્યવાણીઓ ઠરી સાચી
AI તસવીર

Who is Baba Vanga?: ભવિષ્યમાં શું છુપાયું છે, એ જાણવાની ઇચ્છા સૌને હોય. સાચી કે ખોટી ભવિષ્યવાણીઓ સદીઓથી માણસજાતના આકર્ષણનું કેન્દ્ર બનતી રહી છે. દુનિયામાં એવી રહસ્યમય વ્યક્તિઓ થઈ ગઈ છે, જેમણે કેટલીક એવી સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી કે આજે પણ વિજ્ઞાન દંગ રહી જાય છે. આવી જ એક પ્રખ્યાત વ્યક્તિ એટલે 'બાબા વેંગા'. બાબા વેંગાએ અનેક એવી આગાહીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી પડી છે અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ચાલો, જાણીએ કે બાબા વેંગા કોણ હતા અને તેમની કઈ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

બાબા વેંગા કોણ હતા?

બાબા વેંગા બલ્ગેરિયાના પ્રખ્યાત મહિલા ભવિષ્યવેત્તા હતા. તેમની સચોટ આગાહીઓને કારણે તેમને 'બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ' (Nostradamus of the Balkans) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું અસલી નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું અને તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની નાની ઉંમરે એક ભયંકર તોફાનમાં તેમની આંખોમાં ધૂળ ભરાઈ જવાના કારણે તેમણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કહેવાય છે કે આ ઘટના પછી જ તેમણે ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. રશિયા અને યુરોપમાં તેમને એક પહોંચેલા સંત તરીકે આદર આપવામાં આવતો હતો. 1996માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. જોકે, તેમણે મરતા પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી રાખી હતી!

બાબા વેંગાની આ 5 મોટી આગાહીઓ સાચી પડી

સુનામી અને ગ્લોબલ વોર્મિંગથી તબાહી સર્જાશે

બાબા વેંગાએ છેક 1950 ના દાયકામાં ગ્લોબલ વોર્મિંગ અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબવાની આગાહી કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ઠંડા વિસ્તારો ગરમ થશે, જ્વાળામુખી સક્રિય થશે અને વિશાળ મોજા નગરો અને લોકોને ઘેરી લેશે, જેથી બધું જ પાણીમાં ગરકાવ થઈ જશે. તેમની 2004 ની અને 2024 ની સુનામીની આગાહીઓ સાચી પડી છે, જેમાં લાખો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ઓબામા રાષ્ટ્ર પ્રમુખ બનશે

તેમણે ભવિષ્યવાણી કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્ર પ્રમુખ એક આફ્રિકન-અમેરિકન (અશ્વેત) હશે. આ આગાહી ત્યારે સાચી પડી જ્યારે બરાક ઓબામા રાષ્ટ્ર પ્રમુખ બન્યા. જોકે, તેમની એ વાત ખોટી સાબિત થઈ કે તે અમેરિકાના છેલ્લા રાષ્ટ્ર પ્રમુખ હશે, કારણ કે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન પણ રાષ્ટ્ર પ્રમુખ બન્યા. તેથી આ આગાહી અડધી જ સાચી પડી.

તીડનો ભયંકર આતંક (2021)

બાબા વેંગાના મતે, 2021માં તીડના મોટા ટોળા ખેતરો પર હુમલો કરી પાકનો નાશ કરશે. ભારત અને પાકિસ્તાનમાં આ ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ, જ્યાં તીડના ટોળાએ ભારતના અનેક રાજ્યોમાં પ્રવેશીને ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું.

એશિયામાં વિનાશક પૂર (2022)

તેમણે અગાઉથી જ કહી દીધું હતું કે 2022 માં ઓસ્ટ્રેલિયા સહિત એશિયાના ઘણા ભાગોમાં ભયંકર પૂર આવશે. આ આગાહી એકદમ સચોટ સાબિત થઈ કારણ કે 2022 માં ઓસ્ટ્રેલિયા અને ભારતીય ઉપખંડમાં ભારે પૂરથી પાકને ભારે નુકસાન થયું હતું. આ જ સમયે પાકિસ્તાનનો લગભગ 70 ટકા હિસ્સો પૂરમાં ડૂબી ગયો હતો.

જીવલેણ વાયરસ વૈશ્વિક ઉથલપાથલ મચાવશે (2019-2020)

તેમણે 2019 માં દુનિયા પર કુદરતી આફતો અને એક જીવલેણ વાયરસના હુમલાની આગાહી કરી હતી. સાથે જ વિશ્વના દેશો વચ્ચે આર્થિક કટોકટી અને તણાવ વધશે તેવું પણ કહ્યું હતું. 2020 નું વર્ષ આખી દુનિયા માટે ઉથલપાથલથી ભરેલું રહેશે અને લોકોની માનસિકતામાં પરિવર્તન જોવા મળશે, આ વાત કોરોના કાળમાં સાચી પડી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં 2018-2019 ની આસપાસ ચીન એક વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી આવશે.

બાબા વેંગાની સાચી પડેલી અન્ય ઐતિહાસિક ભવિષ્યવાણીઓ

ઉપર જણાવેલી 5 મુખ્ય ઘટનાઓ ઉપરાંત પણ બાબા વેંગાની અનેક નાની-મોટી આગાહીઓ ઇતિહાસના પાને સાચી સાબિત થઈ ચૂકી છે.

  • આતંકવાદી હુમલાઓ: 1989માં તેમણે અમેરિકા પર આતંકવાદી હુમલાની ભવિષ્યવાણી કરી હતી, જે 11 સપ્ટેમ્બર 2001 (9/11) ના ન્યૂ યોર્કના ટ્વીન ટાવર હુમલા રૂપે સાચી પડી.
  • આંતરરાષ્ટ્રીય વિખવાદો અને યુદ્ધ: 2010માં આરબ સ્પ્રિંગ અને મધ્ય-પૂર્વમાં સંઘર્ષની આગાહી કરી હતી. સીરિયામાં ગૃહયુદ્ધ, 2016 માં યુરોપમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ/ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલા અને ISIS જેવા સંગઠનોનો ઉદ્ભવ પણ તેમની ભવિષ્યવાણીઓનો જ એક ભાગ હતો. જોકે, 'યુરોપ સંપૂર્ણપણે ખાલી થઈ જશે' તેવી તેમની વાત સાચી પડી નથી.
  • દુનિયાના નકશામાં ફેરફાર: સોવિયેત યુનિયનનું વિઘટન, યુગોસ્લાવિયાનું વિઘટન, ચેકોસ્લોવાકિયાનું વિઘટન, પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું પુનઃ એકીકરણ, અને ક્રિમીઆનું અલગ થવું, જેવી આગાહીઓ પણ સાચી પડી છે.
  • નેતાઓના મૃત્યુ અને નિમણૂક: સ્ટાલિનના મૃત્યુની ચોક્કસ તારીખ, બલ્ગેરિયાના રાજા ઝાર બોરિસ ત્રીજાનું મૃત્યુ, તેમજ ભારતના વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીની નિમણૂક અને ત્યારબાદ તેમની હત્યાની આગાહી પણ બાબા વેંગાએ સાચી કરી હતી.
  • અકસ્માતો અને રમખાણો: 1980 માં તેમણે રશિયાની પરમાણુ સબમરીન 'કુર્સ્ક' ડૂબી જવાની આગાહી કરી હતી, જે વર્ષ 2000 માં સાચી પડી હતી. આ ઉપરાંત ચેર્નોબિલનો પરમાણુ અકસ્માત, જાપાનની ફુકુશિમા આપત્તિ, 1968 ના લેબનોનના રમખાણો, 1974 નો સાયપ્રસ વિવાદ અને 1979 માં નિકારાગુઆના યુદ્ધની સચોટ આગાહી પણ તેમણે કરી દીધી હતી.